For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના પૂર્વ MLAના પુત્રએ ઉકળતા તેલમાં કર્મચારીઓને હાથ નખાવ્યાનો મામલો

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફરી એકવાર વિચિત્ર કારણસર વિવાદમાંતેમણે પુત્રના પેટ્રોલપંપમાં ચોરી અને તે પછી ઉકળતા તેલમાં હાથ નાંખવા મામલે વાયરલ થયેલા વીડિયો તેમના માટે વિવાદનું કારણ બન્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સાણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કરમશી પટેલ એક વિવાદમાં સપડાયા છે. કરમશી પટેલના પુત્રએ તેમના પેટ્રોલપંપ પર ચોરી થયા બાદ પેટ્રોલ પંપના કર્મચારીઓને સત્યના પારખા કરવાના નામે ઉકળતા તેલમાં હાથ નાંખાવ્યો હોય તેવો વીડિયો વાયરલ થયા પછી વિવાદ ઊભો થયો છે. આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ કરમશીના પુત્રએ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હોય તેમ પણ જાણવા મળ્યું છે. સાણંદના જાંબુથડ ગામમાં આ ઘટના બની છે. પેટ્રોલપંપમાં જે ચોરી થઇ હતી, તેનો આરોપ પેટ્રોલપંપ પર કામ કરતા 6 કર્મચારીઓ પર લાગ્યો હતો. આ કર્મચારીઓએ 3.6 લાખની ચોરી કરી હોવાની છે.

karamshi patel

વધુમાં આ કથિત કાવતરા પછી કોળી સમાજે પણ આ વાત પર રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધ્યો છે. જ્યાં એક તરફ આ વાતને અંધશ્રદ્ધા અને સત્યના પારખા માની કર્મચારીઓએ સ્વચેછા ગરમ તેલમાં હાથ નાખવાની વાત કરવામાં આવી રહી છે. ત્યાં જ બીજી તરફ નેતાના પુત્ર દ્વારા દબાણપૂર્વક આવું કરવામાં આવ્યું હતું તેવા પણ આરોપો લાગી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ ઘટના આવનારા સમયમાં મોટો વિવાદ ઊભો કરશે તેમ લાગી રહ્યું છે.

English summary
Sanand: Former MLA of Congress Kamshi Patel forced employee to dip hands in boiling oil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X