For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મિસાઇલમેન'ના નિધનથી સામાન્યથી લઇને દિગ્ગજો પણ રડી પડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જુલાઇ: આખા દેશને ત્યારે જગજોળી નાખ્યું જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધનના સમાચાર કાને પડ્યા. નોંધનીય છે કે તેઓ શિલોંગ સ્થિત ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM)માં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમની તબિયત લથડવા લાગી. અધિકારીઓએ તેમના નિધનની જાણકારી આપી. આઇઆઇએમથી બેતાની હોસ્પિટલ લઇ ગયાના થોડા સમય બાદ મેઘાલયના મુખ્ય સચિવ પીબીઓ વર્જરીએ જણાવ્યું કે કલામ નથી રહ્યા.

જોકે પહેલા જો કલામના નિધનના સમાચાર સાંભળીને લોકોને વિશ્વાસ ના થયો, ઘણા સમય સુધી લોકો સોશિયલ મીડિયા પર એકબીજાને એ જ પૂછતા રહ્યા કે શું આ સમાચાર સાચા છે, પરંતુ અધિકારીઓ દ્વારા પુષ્ટી કરાયા બાદ લોકોના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, સામાન્યથી લઇને દિગ્ગજો પણ આ મિસાઇલમેનના અચાનક વિદાય પર રહી પડ્યા. આખો દેશ કલામને સોશિયલ મીડિયા પર ભાવભીની શ્રદ્ધાંજલી આપી રહ્યો છે.

સોનિયા ગાંધી

યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કલામના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મહાન હસ્તીને ક્યારેય ભૂલાવી શકાય નહીં, દેશ માટે દુ:ખદ સમય છે.

વડાપ્રધાન મોદી

કલામ સાહેબે કહ્યું હતું કે 'હું એક શિક્ષક છું મારું કામ ભણાવવાનું છે.'

મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કલામને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

લાલુ પ્રસાદ યાદવ

રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ પોતાની સંવેદના પ્રકટ કરી છે.

ડો. એપીજે અબ્દુલ કલામની છેલ્લી ટ્વિટ

ડો. એપીજે અબ્દુલ કલામની છેલ્લી ટ્વિટ

@APJAbdulKalam Going to Shillong.. to take course on Livable Planet earth at iim. With @srijanpalsingh and Sharma.

English summary
Former President APJ Abdul Kalam passed away at around 6:40 pm at the Indian Institute of Management, Shillong while delivering a lecture after suffering a massive heart attack.Here are some Twitter Reactions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X