For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે ફ્રાન્સના ભારત સ્થિત રાજદૂત ફ્રાન્કોસ રિચીયર (Mr. FRANCOIS RICHIER)ના નેતૃત્વંમાં આવેલા ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશને ગુજરાત સાથે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ફ્રાન્કોસ રિચીયર ફ્રાન્સની ૧૪ કંપનીઓના પદાધિકારીઓનું ડેલીગેશન લઇને ગુજરાત આવ્યા છે અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બે કલાક બેઠક યોજીને શહેરી માળખાકીય સુવિધા, સોલીડ વેસ્ટ અને વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ અને ડિફેન્સ ઇકવીપમેન્ટે તેમજ સોલાર એનર્જી સહિતના ગુજરાતના વિકાસના ક્ષેત્રોમાં ફ્રાન્સની કંપનીઓના સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ફ્રાન્કોસ રિચીયરે નરેન્દ્ર મોદી સાથે વન-ટુ-વન બેઠક પણ સંપન્ન કરી હતી.

ફ્રાન્સના ડેલીગેશનનું નેતૃત્વ કરી રહેલા રાજદૂતશ્રીએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના વિકાસ અને પ્રશ્નોના ઉકેલમાં સહભાગી થવાની અને નોલેજ શેરીંગની તત્પ્રતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડિફેન્સ ઇકવીપમેન્ટ. મેન્યુ ફેક્ચરીંગ સેકટરને વિકસાવવા તેમજ ડિફેન્સર ઓફસેટના ઉત્પા્દનો માટે કૌશલ્યવાન માનવશકિ્ત વિકાસ માટેના ઇજનેરી શિક્ષણ માટે ફ્રાન્સ ના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ગાંધીનગરને સોલાર સિટી બનાવવા ઉપરાંત ગુજરાતના પ૦ જેટલા શહેરોમાં ક્લીનસિટી પાઇલોટ પ્રોજેક્ટ અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટર વોટર રિસાઇકલીંગ ટેકનોલોજી વિકસાવવા, મેટ્રોરેઇલ પ્રોજેકટ તેમજ સ્માર્ટસિટી, પોર્ટ સિટી તથા અર્બન ડેવલપમેન્ટેનું મોડેલ સિટી બનાવવાના અભિગમની ભૂમિકા પણ આપી હતી. ગુજરાત સરકાર વિકાસ દ્વારા સામાન્યો માનવીનું જીવન ઉંચુ લાવવા સાથે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસની વ્યૂહરચના તેમણે પ્રસ્તુત કરી હતી.

ફાન્સની અગ્રણી ૧૪ કંપનીઓમાંથી સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં પ્રોજેક્ટ વિકસાવવાની પ્રતિબધ્ધતા સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીની ફ્રાન્સના ડેલીગેશન સાથેની બેઠકમાં અધિક મુખ્ય સચિવ મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા, મુખ્યમંત્રીના સચિવ વિજય નહેરા અને દિલ્હીના ગુજરાતના અગ્ર નિવાસી કમિશ્નર ભરતલાલ ઉપસ્થિત હતા.

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે ફ્રાન્સના ભારત સ્થિત રાજદૂત ફ્રાન્કોસ રિચીયર (Mr. FRANCOIS RICHIER)ના નેતૃત્વંમાં આવેલા ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશને ગુજરાત સાથે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ફ્રાન્કોસ રિચીયર ફ્રાન્સની ૧૪ કંપનીઓના પદાધિકારીઓનું ડેલીગેશન લઇને ગુજરાત આવ્યા છે અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બે કલાક બેઠક યોજીને શહેરી માળખાકીય સુવિધા, સોલીડ વેસ્ટ અને વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ અને ડિફેન્સ ઇકવીપમેન્ટે તેમજ સોલાર એનર્જી સહિતના ગુજરાતના વિકાસના ક્ષેત્રોમાં ફ્રાન્સની કંપનીઓના સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

મુખ્યમંત્રીની ફ્રાન્સના ડેલીગેશન સાથેની બેઠકમાં અધિક મુખ્ય સચિવ મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા, મુખ્યમંત્રીના સચિવ વિજય નહેરા અને દિલ્હીના ગુજરાતના અગ્ર નિવાસી કમિશ્નર ભરતલાલ ઉપસ્થિત હતા.

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો પરામર્શ

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડિફેન્સ ઇકવીપમેન્ટ. મેન્યુ ફેક્ચરીંગ સેકટરને વિકસાવવા તેમજ ડિફેન્સર ઓફસેટના ઉત્પા્દનો માટે કૌશલ્યવાન માનવશકિ્ત વિકાસ માટેના ઇજનેરી શિક્ષણ માટે ફ્રાન્સ ના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી

English summary
France envoy Mr. Francois Richier holds fruitful meet with Gujarat CM. The meet saw fruitful discussions on developing partnership with Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X