
વિશ્વ યોગ દિવસઃ વડગામ ખાતે 14 જૂનથી 21 જૂન સુધી ચાલશે યોગ શિબિર
વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે " YOGA FOR HUMANITY " થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧૪ જૂનથી ૨૧ જૂન સુધી દરરોજ સવારે ૮.૦૦ થી ૯.૩૦ સુધી નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં રોગોનુસાર યોગ શીખવાડવામાં આવશે.
યોગ સપ્તાહ મનાવવામાં આવશે જેમાં ૧૪ જૂનના રોજ યોગ અને પ્રણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ, તા. ૧૫ જૂનના રોજ શ્વસનતંત્રના રોગોમાં યોગનું મહત્વ, તા.૧૬ જૂનના રોજ ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ, તા.૧૭ જૂનના રોજ પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૮ જૂનના રોજ સાંધાના દુખાવામાં વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૯ જૂનના રોજ ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૨૦મી જૂનના રોજ માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ અને તા.૨૧મી જૂનના દિવસે યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવન શૈલીમાં મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ નિઃશુલ્ક યોગ તાલીમ શિબિરનો લાભ લેવા જાહેર જનતા 14 જૂનથી 21 જૂન સુધી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વડગામ ખાતે ઉપસ્થિત રહી શકશે.