For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ અને અમરેલીથી “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા યોજાઈ

રાજકોટ અને અમરેલીથી “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા યોજાઈ

By Desk
|
Google Oneindia Gujarati News

નવરાત્રીના ત્રીજા નોરતે 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા "ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર" યાત્રા વિષે પત્રકારો સાથે વાતચીત કરતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં "માં" ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે "ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર" યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃદ્ધી મળે તે સંકલ્પ સાથે આયોજીત "ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર" યાત્રામાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્થાનેથી નીકળશે.

congress

અંદાજે 200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થાનેથી નીકળશે. "ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર"ની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ઋત્વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયા માતા ધામ સીદસર સુધી યોજાનાર છે.

બીજી યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો સીદસર અને ખોડલધામ ખાતે પોહાચશે. સમગ્ર યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ રેલી સ્વરૂપે જોડાશે.

English summary
From Rajkot and Amreli, “Chalo Congress Ke Saath Maa Ke Dwar” Yatra was held । રાજકોટ અને અમરેલીથી “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા યોજાઈ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X