Gadhada Assembly By Election Result Live Updates: ગઢડા સીટ પર ભાજપના આત્મારામ માકણભાઈ પરમાર આગળ
- ગઢડામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર જીત્યા.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કમલમ પહોંચ્યા. લોકોમાં ઉત્સાહ. દિવાળી જેવો માહોલ.
- કોંગ્રેસની ચિંતામાં વધારો, ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ આગળ
ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે ગઢડા વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 સાથે ગઢડા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ આજે પેટાચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ રહ્યાં છે. લાઈવ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો
ગઢડામાં 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જેમાં ભાજપ તરફથી આત્મારામ પરમાર, કોંગ્રેસ તરફથી મોહનબાઈ સોલંકી અને રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી તરફતી વિણુબાઈ આનંદભાઈ પરમાર ઉભા હતા અને અપક્ષ ુમેદવારોમાં ચૌહાણ હરેશકુમાર છગનભાઈ, દિનેશભાઈ જીવરાજભાઈ પરમાર, રમેશચંદ્ર નાનજીભાઈ પરમાર, વિજયભાઈ વિરાભાઈ પરમાર, બેરડિયા ભગીરથ રાજુબાઈ, મનહર કે રાઠોડ, રાનવા શાંતિલાલ મગનબાઈ, સોલંકી ચેતનકુમાર હિરાલાલ અને હરિલાલ રામજીબાઈ પરમાર સામેલ છે.
Abdasa Assembly By Election Result Live Update: અબડાસા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ