• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No Entry: ગડકરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે નહી !

By Kumar Dushyant
|
nitin-gadkari-namaste
અમદાવાદ, 27 ઑક્ટોબર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીથી દરેક જણ દૂર ભાગી રહ્યાં છે. શુક્રવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ (આરએસએસ) પોતાના માનીતા નિતિન ગડકરીને પોતાનાથી અલગ કરી દિધાં છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ નથી ઇચ્છતા કે વિધાનસભાની ચૂંટણીમાં ગડકરી પડછાયો પણ ન પડે. નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે વિવાદોમાં ફસાયેલા ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તે ગુજરાત આવશે તો કોંગ્રેસને બેઠાં-બેઠાં ભષ્ટ્રાચારનો મુદ્દો મળી જશે. ગુજરાત ભાજપના નેતાઓ ખુલીને પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યાં છે.

થોડાં દિવસો પહેલાં ગુજરાત ભાજપે ગડકરીને નંબર વન પ્રચારક તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણી કમિશને 39 સ્ટાર પ્રચારકોની જે યાદી સોપી હતી તેમાં ગડકરીને પ્રથમ સ્થાને રાખવામાં આવ્યાં હતા.અ આ યાદીમાં બિહારના નેતોઓનો સમાવેશ ન કરવામાં આવતાં વિવાદ થયો હતો. ગડકરીએ વિવાદોમાં ફસાતાં ગુજરાત ભાજપને લાગે છે કે ભષ્ટ્રાચાર મુક્તની છાપ ધરાવતા નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસને મોરચો ખોલવાની તક મળી જશે.

શુક્રવારે સંઘે ગડકરીએ મુદ્દે રાજીનામાની માંગણી કરી છે. કહેવામાં આવે છે કે પાર્ટી હાઇકમાન્ડ આગામી દિવસોમાં નિર્ણય લેશે. દિલ્હીમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર ગુજરાતના નેતાઓની નજર છે. ગુજરાત ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર 'રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે અને તેમને અમારા નંબર વન પ્રચાર તરીકે પસંદ કર્યા હતા નહીંતર દરેક જણ જાણે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા સ્ટાર છે.

ઉલ્લેખનીય છે કે મોદી અને ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીના સંબંધોમાં સામાન્ય હતા. સંજય જોશીના મુદ્દે તેમના સંબંધોમાં ખટાસ પેદા થઇ હતી. સંજય જોશીને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રચારક બનાવવામાં આવતા મોદીએ બેઠકને બાયકોટ કરી હતી. ત્યારબાદ ગડકરીએ સંજય જોશીને પાર્ટીના બધા હોદ્દા પરથી હટાવી દિધા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ બેઠકમાં ભાગ લીધો હતો અને ગડકરી અને તેમના સંબંધો સામાન્ય બન્યા હતા.

English summary
Despite Gujarat BJP's decision to dump Nitin Gadkari, national party leaders have unanimously decided to back him as the party president after a late-night party meeting on Friday, Oct 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more