For Quick Alerts
For Daily Alerts
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની રેડમાં 30 જુગારીઓ ઝડપાયા
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કલોલ તાલુકામાં સઈજ ગામમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી હતી. જુગારધામમાં દરોડો પડતાં જુગારીઓમાં ભાગમ-ભાગ થઇ ગઈ હતી. આ દરોડામાં પોલીસે 30 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 1.53 લાખ રોકડ સહિત કુલ રૂ.6.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાના સઈજ ગામમાં રહેતા ભોપાજી જુહાજી ઠાકોર પોતાના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ચલાવી રહ્યા હતા. આ વાતની બાતમી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ભોપાજી જુહાજી ઠાકોર સહિત 30 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણ વાહનો, રોકડ તેમજ 33 મોબાઈલ ફોન સહીત કુલ 6.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.