For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં મેયર પ્રવિણ પટેલ સાથે કોંગ્રેસીઓ કરી ટપલાટપલી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરમા ચૂંટણી પરિણામ બાદ સર્જાયેલો હાઇ વોલ્ટેજ ડ્રામા હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પ્રવીણ પટેલને ભાજપે મેયર બનાવતા કોંગ્રેસીઓ તેમનો ગુસ્સો વ્યક્ત કરવાની એક પણ તક છોડતા નથી. અને આવું જ કંઇક મંગળવારે પણ બન્યું જ્યારે ગાંધીનગરના શહેર મેયર પ્રવિણ પટેલ જીત્યા બાદ તેમનો કારભાર સંભાળવા તેમની કચેરીએ પહોંચ્યા.

જ્યારે પ્રવિણ પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓ શહેરના પ્રથમ નાગરિકની ગરિમા ભૂલી જઇને મયેર પ્રવિણ પટેલને ધક્કે ચઢાવ્યા હતા અને ટપલાટપલી પણ કરી હતી. જે અંગે પ્રવિણ પટેલે પોલિસમાં ફરિયાદ પણ કરવી હતી અને કોંગ્રેસી સભ્યોની પોલીસ દ્વારા અટક પણ કરવામાં આવી હતી. ત્યારે આખો ધટના ક્રમ કેવી રીતે બન્યો તે વિષે વધુ જાણો અહીં...

પ્રવિણ પટેલની કોંગ્રેસીઓ કરી પટાઇ

પ્રવિણ પટેલની કોંગ્રેસીઓ કરી પટાઇ

કોર્પોરેશનમાં ચોથા માળે લિફ્ટમાંથી બહાર આવતાંની સાથે જ પ્રવિણ પટેલ ઉપર કોંગ્રેસની મહીલા કાર્યકરો અને નેતાઓ તૂટી પડયા હતા. અને માર માર્યો હતો.

બચાવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો

બચાવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો

જો કે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય ભાજપના કાર્યકરો વચ્ચે પડયા હતા અને મેયરને કોર્ડન કરીને તેમની ચેમ્બરમાં લઈ ગયા હતા.

લુચ્ચુ શિયાળ પ્રવિણ પટેલ: ક્રોંગ્રેસ

લુચ્ચુ શિયાળ પ્રવિણ પટેલ: ક્રોંગ્રેસ

જો કે તે બાદ પોલીસ ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસ, ગાંધીનગર શહેર પ્રમુખશ્રી ડો. કૌશિક શાહ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતાશ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. જેમને મોડી રાતે બે વાગ્યે જામીન આપી છોડવામાં આવ્યા હતા.

શંકરસિંહ વાધેલાનું નિવેદન

શંકરસિંહ વાધેલાનું નિવેદન

જોકે કોંગ્રેસીઓની આ હાથાફાઇને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ વખોડી હતી અને કહ્યું હતું કે વિરોધ અહિંસક હોવો જોઈએ.

English summary
Gandhinagar Mayor Pravin Patel attack by Congress Leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X