For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ 2021 : 4 વોર્ડમાં ભગવો લહેરાયો

રાજ્યના પાટનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારના રોજ 56.17 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગાંધીનગરના રહેવાસીઓએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)ના 44 મ્યુનિસિપલ કાઉન્સિલર્સને ચૂંટવા માટે મત આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજ્યના પાટનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારના રોજ 56.17 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગાંધીનગરના રહેવાસીઓએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)ના 44 મ્યુનિસિપલ કાઉન્સિલર્સને ચૂંટવા માટે મત આપ્યો હતો.

GMC Election Result

ચૂંટણીમાં ત્રણેય પક્ષો - ભાજપ, કોંગ્રેસ અને આપ મતદાન પૂર્ણ થયા બાદ જીતનો દાવો કરી રહ્યા છે. રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણના કેટલાક નાના કિસ્સાઓને બાદ કરતાં રાજ્યના પાટનગરમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

GMCની 44 બેઠકો માટે કુલ 161 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 44 અને AAP ના 40, તેમજ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. GMC ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવી રહી છે.

GMC Election Result

પ્રારંભિક આંકડા દર્શાવે છે કે, વોર્ડ નંબર 7 (કોલવાડા, વાવોલ)માં સૌથી વધુ 66.93 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 5 (પંચદેવ)માં સૌથી ઓછા મતદાનની ટકાવારી નોંધાઇ હતી, જે 35.86 ટકા છે. મંગળવારના રોજ સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થઈ હતી.

GMC Election Result

આ સાથે વોર્ડ 01, 5, 7, અને 09માં ભાજપની જીત થઇ છે. જેમાં વોર્ડ નંબર 7 ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી જીત્યા છે. વોર્ડ નંબર 7માં નોટામાં 105 વોટ પડ્યા હતા. વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર કિંજલબેન ઠાકોરને 5746, પ્રેમલસિંહ ગોલને 6581, શૈલેષ પટેલને 6314 અને સોનલબા વાઘેલાને 6394 મત મળ્યા છે.

English summary
A total of 161 candidates are in the fray for the 44 GMC seats, including 44 from the BJP and Congress and 40 from the AAP, as well as independents. The GMC election is being counted today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X