For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં કારના ટાયરોની ચોરી કરતી ગેંગ અંતે પોલીસના હાથમાં આવી. આરોપી યુવકોમાં પોલીસ પુત્રો

ગાંધીનગરમાં કારના ટાયરોની ચોરી કરતી ગેંગ અંતે પોલીસના હાથમાં આવી. આરોપી યુવકોમાં પોલીસ પુત્રો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

છેલ્લાં બે માસથી ગાંધીનગરના સેક્ટર-8, 27, 5, 7 ,29 અને 23માં પાર્ક કરેલી કારના ટાયરોની ચોરી થવાના અનેક બનાવ બનતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી પુરોહિત અને તેમની ટીમને આ ગુનાના ભેદ ઉકેલવા માટે સુચના આપી હતી.

gandhinagar

તપાસ શરૂ કરવામાં આવતા ખાનગીમાં માહિતી મળી હતી કે સેક્ટર 29માં જ ટાઇપ બ્લોક નંબર 134-4માં રહેતા જૈનુલ આબોદીન સૈયદે ત્યાં તપાસ કરતા જૈનુલ અને તેના સાગરિતો મારૂતિ બલેનો અને સ્વીફ કારમાં બેસવા જતા ત્યારે તેમને રોકીને તપાસ કરતા કારમાંથી આઠ ટાયર મળી આવ્યા હતા આ અંગે જૈનુલ અને તેના મિત્રો સિધ્ધાર્થ જાદવ સેક્ટર-29 બ્લોક નંબર 213-1 ચ ટાઇપ, નિલેષ વણકર સેક્ટર-14 ગુજરાત હાઉસીંગ બોર્ડ અને મંયકસિંહ રાઠોડ રહે. સેક્ટર-29ને ઝડપી લીધા હતા.

પ્રાથમિક પુછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે છેલ્લાં બે માસ દરમિયાન તેમણે આઠ જેટલા વાહનોમાંથી ટાયરોની ચોરી કરી હતી અને તપાસ કરતા અન્ય આઠ ટાયરો જૈનુલના ઘરેથી મળી આવ્યા હતા તેમજ બલેનો અને સ્વીફટ કારમાં ચોરીના ટાયરો લગાવ્યા હતા. બાકીના અન્ય ટાયરો બાલાસિનોર ખાતે રૂપિયા 16 હજારમાં વેચી દીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ હાઇડ્રોલીક જેક, ચોકડી પાનુ પણ જપ્ત કર્યા હતા. આરોપીઓ બંને કાર લઇને ટાયરોની ચોરી કરતા હતા અને ટાયરોની ચોરી કર્યા બાદ કારને પેવર બ્લોકના ટેકા સાથે મુકી દેતા હતા. ટાયર ચોરી કર્યા બાદ મળતા આરોપીઓ પૈસા મોજશોખમાં ઉડાવી દેતા હતા.

gandhinagar

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સિદ્ધાર્થના પિતા હિમંતભાઇ રાજભવનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે નિલેશના પિતા ગણેશભાઇ એસઆરપીમાં ફરજ બજાવતા હતા. જ્યારે મુખ્ય આરોપી જૈનુલના પિતા ડીજીપી ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આમ હવે પાટનગરમાં કારના ટાયરોની ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે રાહત અનુભવી છે.
English summary
Gandhinagar Tire Thief gang finally caught
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X