
ગાંધીનગર જિલ્લા પમચાયત હસ્તની આંગણવાડી મહાનગરપાલિકા હસ્તક કરવામા આવી
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર હિતેશ મકવાણાની અધ્યક્ષતામા મળી હતી. સામાન્ય સભામાં 8 મુદ્દાને લઇને ચર્ચા કરવામં આવી હતી. શિક્ષણને લઇને એક નવો મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત હસ્તક આંગણવાડીઓ ને મહાનગર પાલિકા હસ્તક કરવામાં આવી હતી. આંગણવાડીઓનો સમાવેશ મુદ્દો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. 111 આંગણવાડીઓ હવે મહાનગર પાલિકા હસ્તક રહશે. મનપા દ્વારા સ્માર્ટ આંગવાડિઓ કઈ રીતે બનાવવી તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ગાંધીનગર કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યુ હતું કે, શિક્ષણમાં પાયાની સુવિધા વધરા માટે અમારો પ્રયાસ રહ્યો છે. અમે જિલ્લા પંચાયત હસ્તકની આગણવાડીને કોર્પોરેશન હસ્ત કરવા માટે માંગણી કરી હતી જેને સરકારે લીલી ઝંડી આપી દિધી છે. એટેલ આંગણવાડીઓને હવે સ્માર્ટ બનાવામાં આવશે.
મનપામાં જે કર્મચારીની ગેરરીતિ સામે આવી તે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો હાલ તેની વધુ તપાસ ચાલુ છે કમિશનર તે કેસની તપાસ ચલાવી રહ્યા છે.. આ અંગે મેયરે જણાવ્યુ હતુ કે, તપાસનો અહેવાલ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.