For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 3 વર્ષમાં 182 સિંહ કમોતે મર્યા, સરકારે લીધા આ પગલાં

સાસણ ગિરના જંગલમાં સિંહોના અકુદરતી મોત રોકવા માટે ગુજરાત સરકાર હવે અમુક ઠોસ પગલાં લેવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

સાસણ ગિરના જંગલમાં સિંહોના અકુદરતી મોત રોકવા માટે ગુજરાત સરકાર હવે અમુક ઠોસ પગલાં લેવા જઈ રહી છે. તેના માટે અહીં ફૉરેન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓને ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે સિંહોના જીવ બેજવાબદારીના કારણે ન જવા જોઈએ. ખુલ્લા કૂવા અને વિજળીની વાડના કારણે સિંહે કમોતે મરી રહ્યા છે જેના માટે સુધાર કાર્ય શરૂ કરવામાં આવશે.

કમોતે ન મરે સિંહ તે માટે આ કરી રહી છે સરકાર

કમોતે ન મરે સિંહ તે માટે આ કરી રહી છે સરકાર

સરકારે ખુલ્લા કૂવા પર પેરાફીટ બનાવવાનું કામ શરૂ કર્યુ છે. આની જવાબદારી સ્થાનિક એનજીઓ અને અમુક ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે. વળી, જ્યાં વિજળીની વાડ છે તેને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ટ્રેનોની ઝડપ પણ ઓછી કરવાની સૂચના આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓને સંબંધિક રણનીતિ હેઠળ કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અપ્રાકૃતિક મોતની ઘટનાઓ અહીં સૌથી વધુ

અપ્રાકૃતિક મોતની ઘટનાઓ અહીં સૌથી વધુ

ઉચ્ચ ન્યાયાલયમાં સરકાર તરફથી સોંપવામાં એક રિપોર્ટ અનુસાર સિંહોની અપ્રાકૃતિક મોતને અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ તો સાસણ ગિરમાં સિંહોના કુદરતી મોત થાય જ છે પરંતુ કમોતથી પણ ઘણા સિંહો માર્યા ગયા છે. ગયા 3 વર્ષોમાં ગિરમાં 182 સિંહે કમોતે મરી ગયા છે. જેમાં મોતના મોટા કારણોમાં ખુલ્લા કૂવા, વિજળીની વાડ અને ટ્રેન દૂર્ઘટના થવી હતી.

હાઈકોર્ટે સરકારને આપ્યા હતા નિર્દેશ

હાઈકોર્ટે સરકારને આપ્યા હતા નિર્દેશ

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે સરકારને સિંહોની મોત સામે ગંભીર પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી ગિર જંગલમા રેલવેને નિર્દેશ આપવામાં આવ્યા કે તે ગુડ્ઝ ટ્રેનોની ઝડપ ઓછી કરે જેથી સિંહોને ઈજા ન પહોંચે અને તે મરે. આ ઉપરાંત મુસાફરો માટે વાહનોની ઝડપ પણ નક્કી કરવામાં આવી છે. વનવિભાગના અધિકારીઓનું કહેવુ છે કે ક્ષેત્રમાં ઘણીવાર સિંહો કૂવામાં પડી જવાથી મરી જાય છે. આ ઉપરાંત ગુડ્ઝ ટ્રેન સાથે ટકરાઈ જાય છે. ખેતરોમાં કરવામાં આવેલી ફેન્સિંગના કરંટ પણ તેમનો જીવ લઈ લે છે. વન ક્ષેત્રમાં પ્રવાસી વાહનોથી ટકરાવાને કારણે પણમ સિંહોના જીવ ગયા છે.

વાયરસના કારણે 24 સિંહોના મોત

વાયરસના કારણે 24 સિંહોના મોત

હાલમાં જ વાયરસના કારણે 24 સિંહોના મોત થવાનો આંકડો સામે આવ્યો હતો. વળી, રિપોર્ટમાં એ પણ સામે આવ્યુ હતુ કે સાસણ ગિર પાસે 20,000થી વધુ કૂવા છે. હવે આ કૂવાની પેરાફીટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. જો કે ગુજરાતમાં સિંહોના શિકાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આના કારણે છેલ્લા ઘણા વર્ષોમાં આવી કોઈ ઘટના સામે આવી નથી.

આ પણ વાંચોઃ ગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મનીઆ પણ વાંચોઃ ગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મની

English summary
Gir lion deaths: Gujarat Govt take these decision for 'save lion'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X