"ખુશ્બુ ગુજરાત કી"ની એડમાં અમિતાભના કો સ્ટાર તેવા મૌલાના સિંહની મોત
ગુજરાત ટુરિઝમના વિજ્ઞાપનમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલા એશિયાટીક સિંહ મૌલાના હવે નથી રહ્યો. તે લાંબા સમયથી બિમાર હતો અને બુધવારે તેની મોત થઇ ગઇ હતી. નોંધનીય છે કે આ સિંહમાં તેવી તો કંઇક ખાસ વાત હતી જેના કારણે જ આ જાહેરાત પછી અમિતાભ બચ્ચને તેનાથી પ્રભાવિત થિને એક બ્લોગ પણ લખ્યો હતો.
ગુજરાતના પ્રસિદ્ધ ગીરના અભ્યારણમાં રહેતો મોલાના નામનો આ એશિયાઇ સિંહ અભયારણ્ય સૌથી વુદ્ધ સિંહ હતો. નોંધનીય છે કે અમિતાભની આ જાહેરાતમાં મૌલાના સમતે અન્ય 8 સિંહો હતા. 16 વર્ષનો મૌલાના છેલ્લા 10 દિવસથી બિમાર હતો. જે બાદ ગુરુવારે જંગલના મુખ્ય સંરક્ષક એ પી સિંહે તેના મોતની જાહેરાત કરી હતી.
બિગ બીનો બ્લોગ
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ સિંહના ટોળા સાથેના પોતાના અનુભવ વિષે લખતા કહ્યું હતું કે "સિંહ, એક બે નહી પણ અનેક, તે આવી રહ્યા હતા 3, 4 પૂરા સાત સિંહો. જેનો મુખિયા હતો એક નર સિંહ, તેની બે સિંહણો અને તેના બાળકો. તમામ ટોળું ખૂબ જ શાંતિથી આવીને તળાવ પાસે પાણી પી રહ્યું હતું. સૌથી વૃદ્ધ સિંહ આવીને બેસી ગયો જ્યારે બીજા અન્ય સિંહો પાણીમાં અહીં તહી કૂદી રહ્યા હતા"
નોંધનીય છે કે આ સિંહ અનેક વાર પર્યટન સ્થળે દેખાતો હતો. ત્યારે ખુશ્બુ ગુજરાત કીની એડના આ વીડિયોમાં જુઓ અમિતાભ સાથે મૌલાના સિંહ, જે હવે નથી રહ્યો....