દેહ વેપાર છોડવો ''ગુનો'' છે?: વાડિયાની યુવતીનો સવાલ
(માનસી પટેલ) ગુજરાતનું વાડિયા ગામ દાયકાઓથી દેહ વ્યાપાર માટે કુખ્યાત છે આ ગામની બહેન દીકરીઓનું ભાવિ જન્મતા વેંત જ નક્કી થઈ જતું હોય છે કે તેને "દેહ વેપાર જ કરવો પડશે". પાલનપુરથી થરાદ હાઈવે પર આવેલા વાડિયા ગામમાં 26 ઓગસ્ટના રોજ એક યુવતી આ ખોટા કામમાં ન જવાના મક્કમ નિર્ણય સાથે પોતાને પ્રેમ કરાનાર યુવક સાથે ભાગી નીકળી હતી અને પ્રભુતામાં પગલા માંડયા હતા.
દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તે મનગમતા જીવનસાથી જીવન વ્યતિત કરે તો વાડિયા ગામની આ યુવતીએ પણ તેમ જ કર્યું. જોકે આ યુવતીએ લગ્ન કર્યા તેથી તેના પરિવાર જનો તથા ગામાના લોકો તેના માટે કાળ બનીને ભમી રહ્યા છે. આથી યુવતીએ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ, મુખ્યમંત્રી, સેક્રેટરી-હોમ ડિપાર્ટમેન્ટ, ડીજીપી, એડિશનલ ડીજીપી, બનાસકાંઠાના એસપી અને ડીવાયએસપીને સુરક્ષાની માંગ સાથે અરજી કરી છે.

શું છે આખી ઘટના?
સમગ્ર ઘટના એવી છે કે વાડિયા ગામની યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ જતા પરિવારમાં વાત કરી હતી, પરંતુ દિકરી જોડે ખાલી દેહવેપાર જ કરાવમાં માનતા આ પાપી પરિવારે યુવતી પરણી જાય તેમંજૂર નહોતું. આથી તુરંત જ યુવતીનો એક લાખ રૂપિયાની રકમ સાથે સોદો કરી દીધો. તે પણ આશરે 60 વર્ષના વૃદ્ધ સાથે.

બન્નેના માથે મોત ભમે છે!
"વાડ જ ચીભડા ગળતી હોય'' તેવી પરિસ્થિતિમાં યુવક અને યુવતી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા અને માથે મોત ભમતું હોય તેવી પરિસ્થિતિમાં અમદાવાદ આવી ગયા હતા.

પરંપરા તોડી
ઉલ્લેખનીય છે કે વાડિયા ગામના 70 વર્ષના ઈતિહાસમાં લગ્ન કરવા માટે કોઈ યુવતી ભાગી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ગામના પુરુષોએ નવયુગલને મારવા માટે પાલનપુર બેઠક યોજી હતી અને ગામમાંથી તેમને શોધવા 30 ઉપરાંત ગાડીઓનો કાફલો અમદાવાદમાં ખડકાયો હતો.

યુવકની મુશ્કેલી
યુવક અને યુવતી પોતાનું સહજીવન સાથે વિતાવવા મક્કમ છે યુવકે જણાવ્યું હતું કે મારા ઘરમાંથી કે યુવતીના ઘરમાંથી લગ્ન માટે કોઈ રાજી નથી. પરંતુ અમે સાથે જ રહીશું અને મારી જીવનસાથી આવા કુકર્મભર્યા માહોલમાં નહીં જીવે.

કાયદો આગળ પરંપરાની જીત?
ઉલ્લેખનીય છે કે 2012માં આ ગામમાં યુવતીઓને આ બદીમાંથી બાહર કાઢી સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું તેજમ દેહ વેપાર પર રોક મૂકવા કાયદાનું શસ્ત્ર પણ આપવામાં આવ્યુ છે પરંતુ વર્ષોની કુપ્રથઆને કારણે ઘરની લક્ષ્મી સમાન સ્ત્રીઓ માટે પુરૂષો જ ગ્રાહકો લઈ આવે છે અને સ્ત્રીઓ પણ આ ર્દુઘટનાને ભાગ્ય તરીકે સ્વીકારી એજ રીતે રહેવા લાગી છે

ગુજરાત માટે શરમની વાત
ત્યારે આવો કિસ્સો સમાજ માટે શરમ જનક છે. ગુજરાતમાં વિકાસની વાતો , સ્માર્ટ સિટીની કહેવાતી વાતો થઈ રહી હોય ત્યારે આ બદી અને વાડિયા ગામની સ્ત્રીઓને કંગાળ તેમજ નર્ક સમાન સ્થિતિમાંથી બાહર કાઢવા માટે નક્કર પ્રયત્નો કરવામાં આવે તે જરૂરી છે