• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડભોઇઃયુવતીની છેડતી કરનારને ઠપકો આપનારની હત્યા

|
Google Oneindia Gujarati News

ડભોઇ, 16 ડિસેમ્બરઃ વડોદરાના ડભોઇ તાલુકામાં બહેનની છેડતીના મામલે ઠપકો આપેવા ગયેલા યુવકની તીર કામઠું મારીને હત્યા નીપજાવવામાં આવી હોવાના અહેવાલ છે, પોલીસે તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના નારીયા વસાહત ખાતે રહેતા બોકસીંગ સત્તરસીંગ નાયકની નાની બહેનની તેમના માસીના દિકરા રાકેશ કટારસીંગ નાયકે છેડતી કરી હતી. જે અંગેની જાણ બોકસીંગ નાયક થતાં તે રાકેશને ઠપકો આપવા માટે ગયો હતો.

બોકસીંગ નાયકના ઠપકાથી ગુસ્સે ભરાયેલા રાકેશ નાયકે બાજૂની વાડીમાં પડી રહેલા તીર કામઠાને લેતા આવ્યો હતો અને બોકસીંગ નાયકને તીર કામઠું મારી દીધું હતું, જેમાં બોકસીંગ નાયકનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે, રાકેશ નાયક ફરાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

English summary
Girls brother killed by youth in Girl molestation case in dabhoi of vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X