બોસ...આ આપણું અમદાવાદ છે હોં!
અમદાવાદ, 16 ઓક્ટોબરઃ પહેલી નજરે જાણે કે કોઇ વિદેશી શહેરના ગાર્ડન કે પછી પાર્કમાં ચક્કર લાગવતા હોય તેવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાર્કને આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા ભાજપના વિરષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત વિકસિત રાજ્ય તરીકે માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ જાણીતું બન્યુ છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ નોંધવ્યો છે, તે સરાહનીય છે.
આજે અમદાવાદને વધુ એક વિકાસની ભેટ આપતા ગુજરાતના મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ પાર્કને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો. પાર્કને પહેલી દ્રષ્ટીએ નિહાળવામાં આવે તો તમે પણ એવું જ બોલી ઉઠશો કે ના હોય, આ અમદાવાદ છે, પરંતુ હા, આ અમદાવાદની તસવીરો છે, અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટની તસવીરો છે. રાત્રીમાં આ નજારો એક વિદેશી ધરતી પર બનાવવામાં આવેલા કોઇ સૌંદર્યથી ભરપૂર પાર્ક સમો લાગે છે, જ્યારે દિવસે પણ તેની શોભા કંઇ ઓછી પડે તેવી નથી. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સાબરમતી રિવરફ્રન્ટ પાર્કને.

રિવરફ્રન્ટ પાર્કની તસવીરો
આ તસવીર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પાર્કની રાત્રીની છે.

રિવરફ્રન્ટ પાર્ક
સાબરમતી રિવરફ્રન્ટ પાર્કનો એન્ટ્રી ગેટ

અદભૂત નજારો
સામબરમતી રિવરફ્રન્ટ પાર્કનો અદભૂત નજારો

પાર્કની રોનક વધારતો ફુવારો
સાબરમતી રિવરફ્ન્ટ પાર્કની રોનક વધારતો ફુવારો

રાત્રે આવો લાગે છે પાર્ક
રાત્રીના સમયમાં સાબરમતી પાર્ક કંઇક આવો દેખાય છે.

વિદેશી પાર્ક જેવો દેખાય છે આ પાર્ક
સાબરમતી રિવરફ્રન્ટમા બનાવવામાં આવેલો પાર્ક કોઇ વિદેશી પાર્ક જેવો દેખાય છે.

પાર્કનો વધુ એક અદભૂત નજારો
પાર્કને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તેનો દરેક નજારો આખોમાં વસી જાય તેવો છે.

રોશનીની ઝગમગાટ
રિવરફ્રન્ટ પાર્કમાં રાત્રીના સમયે જોવા મળતી રોશનીની ઝગમગાટ

વધુ એક ફરવાનું સ્થાન
ચોક્કસપણે અમદાવાદમાં કાંકરિયા પછી રિવરફ્રન્ટ પાર્ક વધુ એક ફરવાના સ્થળ તરીકે ઉભરશે.

દિવસનો નજારો
રિવરફ્રન્ટ પાર્કનો દિવસનો નજારો

દિવસે પણ દર્શનિય લાગે છે પાર્ક
સાબરમતી રિવરફ્રન્ટ દિવસે પણ દ્રશનિય લાગે છે.

વિકેન્ડમાં અમદાવાદીઓને આકર્ષશે પાર્ક
વિકેન્ડમાં રિવરફ્રન્ટ અમદાવાદીઓને આકર્ષશે.

મોર્નિંગ વોક માટે પણ મદદગાર
પાર્કની રચના એ પ્રમાણે કરવામાં આવી છે કે તે મોર્નિંગ વોકમાં પણ મદદગાર સાબિત થઇ શકે છે.

વધુ એક દ્રશનિય નજારો
રિવરફ્રન્ટ પાર્કનો વધુ એક દર્શનિય નજારો

મનમોહક બગીચો
પાર્કમાં મનમોહક બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટની તસવીર
આ તસવીર સાબરમતી રિવરફ્રન્ટની છે.