ગોધરાકાંડ બાદ ભાગતો ફરતો વોન્ટેડ આરોપી યાકુબ ઝડપાયો
ગુજરાતમાં થયેલા બર્બરતાપૂર્ણ ગોધરાકાંડના હત્યાકાંડમાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી યાકુબ અબ્દુલગ પાતળિયા ઝડપાઈ ગયો છે. વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સાબરતમી એકસપ્રેસનો કોચ સળગાવવામાં આવ્યો હતો. જેમાં ગોધરાકાંડના વોન્ટેડ આરોપીને ગોધરા પોલીસે બાતમનીના ઝડપી પાડ્યો છે.ઉલ્લેખનીય છે કે આરોપી યાકુબ અબ્દુલગની પાતળીયા સાબરમતી ટ્રેનના કોચ સળગાવવાના કેસમાં મુખ્ય આરોપી હતો અને બાતમીના આધારે 16 વર્ષ બાદ નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો છે.
શું હતો ગોધરાકાંડ?
તારીખ 27 ફેબુ્રઆરી, 2002 સ્થળ ગોધરા રેલવે સ્ટેશનની બહાર સિગ્નલ ફળિયા તરીકે જાણીતો વિસ્તાર. સમય સવારે લગભગ સાડા સાતની આસપાસ. અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક કારસેવકો ગુજરાત ભણી પાછા આવી રહ્યાં છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી એક ઇમારતને હજારો કારસેવકોએ જમીનદોસ્ત કરી છે એટલે લઘુમતી મુસ્લિમ લોકો નારાજ છે. ટ્રેને ગોધરા સ્ટેશન વટાવ્યું અને બહાર નીકળીને એકાદ કિલોમીટર ચાલી ત્યાં કોઇએ સંકટ સમયની સાંકળ ખેંચી. સિગ્નલ ફળિયા પાસે ટ્રેન અટકી ગઇ. બહાર ઊભેલા ટોળામાંથી બે હટ્ટાકટ્ટા યુવાનો એસ-6 ડબ્બની વેસ્ટિબ્યુલ કાપીને ડબ્બામાં ઘુસ્યા અને પોતાના હાથમાં રહેલા કેરબામાંથી ડબ્બામાં પેટ્રોલ છાંટીને સળગતો કાકડો ફેંક્યો. ડબ્બામાંથી બચીને કોઇ બહાર ન નીકળે એ હેતુથી બહાર ઊભેલા ટોળાએ પથ્થરમારો શરૃ કર્યો. અંદર બેઠેલાં સ્ત્રી-પુરુષો અને બાળકોએ પથ્થરમારાથી બચવા બારી-બારણાં બંધ કરી દીધાં. પરિણામે પથ્થરમારાથી તો બચી ગયાં પરંતુ અંદર લાગેલી આગ આ બધાંને ભરખી ગઇ. એમાં પંદર મહિલાઓ, વીસ બાળકો અને 23 પુરુષો બળીને રાખ થઇ ગયાં.