ગોધરા સ્ટેશને ગઠિયાએ રોકડ બેગની કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
ગોધરા સ્ટેશને એક ગઠિયાએ ચાલાકી વાપરીને રોકડ ભરેલી બેગ લઈ લીધી હતી. પરંતુ આ સમગ્ર ઘટના ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સમગ્ર ઘટના પહેલેથી છેલ્લે સુધી કેમેરામાં ઝીલાઈ હતી. અને છેલ્લે ચોર બેગ લઇને દોડતો પણ જોવા મળી રહ્યો છે. એક દુકાનમાં લાગેલા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે ગોધરાના સ્ટેશન રોડ પર વેપારીની રોકડ ભરેલી બેગ લઈ એક ગઠિયો ફરાર થયો છે. ચોરનુ ધ્યાન ઘણ સમયથી એક કાર તરફ હતું અને ત્યાર બાદ તે ટ્રાફિક વચ્ચે લોકોની નજર ચૂકવીને બેગ લઈ પણ લે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
વેપારીએ પોતાની રોકડ ભરેલી બેગ ટેમ્પામાં આગળના ભાગે મૂકી હતી. અને ગઠિયાએ ટ્રાફિકના ધમધમાટ અને લોકોની અવરજવર વચ્ચે સરળતાથી બેગની ચોરી કરી હતી. જ્યારે વેપારીને ખબર પડી કે તેની બેગ નથી ત્યારે તેણે બેગની શોધખોળ આદરી હતી અને અને બેગ ન મળતા ફરિયાદન ધાવી હતી. આથી પોલીસે આસપાસના સીસીટીવી ચકાસ્યા હતા. અને ચોરને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.