બટાકા અને ટામેટાના ખેડૂતોને મળશે સરકારી મદદ: નીતિન પટેલ

Posted By:
Subscribe to Oneindia News

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ રાજ્યના ખેડૂતોને માટે એક સારા સમાચાર જાહેર કર્યા છે. જે મુજબ બટાકા અને ટામેટાના ખેડૂતોને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં સહાય આપવામાં આવશે. નોંધનીય છે કે હાલ બટાકા અને ટામેટાનું વિપુલ ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે તેની નિકાસમાં સહાયરૂપ થવા માટે ખેડૂતોને સરકાર રોડ ટ્રાન્સપોર્ટમાં મદદ કરશે. રાજ્ય બહાર રોડ ટ્રાન્સપોર્ટથી થતા નિકાસ પર પ્રતિ મેટ્રીક ટન રૂ.750 અને રેલ્વે દ્વારા નિકાસ માટે રૂ. 1150 પ્રતિ મેટ્રિક ટન ખેડૂત દીઠ ચૂકવવામાં આવશે. વધુમાં દેશની બહાર નિકાસ થાય તો કુલ વાહતુક ખર્ચના 25 ટકા અને વધુમાં વધુ રૂ 10 લાખની મર્યાદામાં ખેડૂત દીઠ સરકાર સહાય કરશે.

potato

નોંધનીય છે કે ચાલુ વર્ષે 1,24,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર ગુજરાતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. તો ટામેટાનું વાવેતર પણ અંદાજીત 45000 હેક્ટરથી વધુ છે. ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ઉત્પાદીત વધારાના જથ્થાને બહાર મોકલવા માટે આ ટ્રાન્સપોર્ટ સુવિધામાં સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ ખેડૂતો લઇ શકે. નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ મોટી સંખ્યામાં ટામેટાના ખેડૂતો પાકનું યોગ્ય વળતર ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી તેની પર ગાડી ચલાવી દીધી હતી. અને આ અંગે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મોડી મોડી જ ખરી પણ સરકારની આ સહાય જરૂરીયાતમંદ ખેડૂતોનો કામમાં લાગી શકે તો સારું.

English summary
Good news for gujarati potato and tomato farmer. Deputy CM nitin patel announced subsidy on transport. Read more here.
Please Wait while comments are loading...