For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને મોટી રાહત, નાણાવટી પંચે આપી ગોધરા કાંડમાં ક્લીન ચિટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 નવેમ્બર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે, તેઓ ઓસ્ટ્રેલિયામાં જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ગયા છે. આની વચ્ચે જ ગુજરાતમાંથી તેમના માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ન્યાયાધિશ નાણાવટી પંચે 2002ના ગુજરાત રમખાણ પર પોતાનો અંતિમ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપી દીધું છે.

કેટલાંક અહેવાલ અનુસાર, પેનલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણોમાં સહભાગિતાને લઇને ક્લીન ચિટ આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ઘોધરા કાંડ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ન્યાયાધિશ નાણાવટીએ જણાવ્યું કે અમે રિપોર્ટ સોંપી દીધો છે, જે બેજારથી વધારે પાનાનો છે. જોકે નોંધનીય છે કે રિપોર્ટના સંબંધમાં તેમણે કોઇ વિવરણ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

પંચના સભ્ય ઉચ્ચતમ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ ન્યામૂર્તિ જીટી નાણાવટી અને ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અક્ષય મેહતા મુખ્યમંત્રીના રહેઠાણ પર ગયા અને તેમને રિપોર્ટ સુપરત કર્યો. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આ જાણકારી આપી.

વર્ષ 2002માં થયેલા રમખાણોના સંબંધમાં પંચનો અંતિમ રિપોર્ટ 12 વર્ષથી વધારે સમય સુધી ચાલેલ લાંબી તપાસ બાદ આવ્યો છે. રમખાણોમાં એક હજારથી પણ વધારે લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના લઘુમતી સમુદાયના હતા. ગયા મહીને, ન્યાયમૂર્તિ નાણાવટીએ જણાવ્યું હતું કે 25મી વાર વિસ્તાર માંગવાની જરૂરત નથી કારણ કે અંતિમ રિપોર્ટ તૈયાર છે. જેનું હાલમાં પ્રિંટીંગ ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં તે આપણી સામે આવી જશે. અમે સરકારને ટૂંક સમયાં રિપોર્ટ સુપરત કરી દઇશું. તપાસ પંચે ગોધરા કાંડના સંબંધમાં પોતાના રિપોર્ટનો એક ભાગ 2008માં સોંપ્યો હતો. જેમાં એ પરિણામ નિકાળવામાં આવ્યું હતું કે સાબરમતી આશ્રમના એસ 6 ડબ્બામાં ગોધરા સ્ટેશનની પાસે લાગેલી આગ 'સુનિયોજિત ષડયંત્ર' હતું.

શરૂઆતમાં પંચે વિચાર અર્થે વિષય (ટીઓઆર) તે ઘટનાક્રમ, પરિસ્થિતિ અને તથ્યોની તપાસ હતું ત્યાર બાદ સાબરમતી એક્સપ્રેસના એક-6 ડબ્બામાં આગ લાગી. ગોધરામાં ટ્રેનમાં 27 ફેબ્રુઆરી 2002ના અગ્નિકાંડ અને ત્યારબાદ રાજ્યમાં ભડકેલા કોમી હુલ્લડને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે 3 માર્ચ 2002ના રોજ તપાસ પંચના કાયદા પ્રમાણે પંચની રચના કરવામાં આવી હતી, જેમાં ન્યાયમૂર્તિ કે.જી શાહ સામેલ હતા.

મે 2002માં રાજ્ય સરકારે ઉચ્ચતમ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જી ટી નાણાવટીને પંચના અધ્યક્ષ નિમણૂક કર્યા. જૂન 2002માં ટીઓઆરમાં સંશોધન કરવામાં આવ્યું જે અંતર્ગત પંચને ગોધરા ઘટના બાદ થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું. વર્ષ 2008માં ન્યાયમૂર્તિ કેજી શાહનું નિધન થયા બાદ ન્યાયમૂર્તિ અક્ષય મેહતાને આયોગમાં નિયુક્ત કરવામાં આવ્યા. આયોગને તપાસ પૂર્ણ કરવા માટે લગભગ છ-છ મહિને 24 વખત વધુ સમય આપવામાં આવ્યું. પંચે ટીઓઆર હેઠળ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તેમના તે સમયના કેબિનેટ સહયોગિયો, વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાંક દક્ષિણપંથી સંગઠનોના પદાધિકારીઓની ભૂમિકાઓની તપાસ કરી.

જ્યારે આ રિપોર્ટને કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. પ્રદેશ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 'જેમ બાર વર્ષે બાવો બોલ્યો તેમ પંચે પણ બાર વર્ષે રિપોર્ટ સુપરત કર્યો છે. અને આ રિપોર્ટ નહીં પરંતુ તપાસના નામે મજાક કરી હોઇ તેવું લાગે છે. જ્યાંથી સારુ લાગ્યું ત્યાંથી કાપી-કૂપીને ભેગુ કરીને રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે.'

modi
English summary
After 12 years, Nanavati Commission submits report on 2002 Gujarat riots. Nanavati Commission may gave relief to Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X