For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના આ વિસ્તારોમાં સારો વરસાદ, સાર્વત્રિક વરસાદની આગાહી!

ચોમાસાની શરૂઆતમાં વરસાદે નિરાશ કર્યા બાદ હવે લાગી રહ્યું છે કે વરસાદ ઘટ પુરી કરવાના મુડમાં છે. ગુજરાતના મોટા ભાગમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચોમાસાની શરૂઆતમાં વરસાદે નિરાશ કર્યા બાદ હવે લાગી રહ્યું છે કે વરસાદ ઘટ પુરી કરવાના મુડમાં છે. ગુજરાતના મોટા ભાગમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આ મહિનો આખો સારો વરસાદ થવાની આગાહી આપી છે. રાજ્યમાં લાંબા સમય બાદ સાર્વત્રિક વરસાદની સ્થિતી સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 157 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ વડોદરાના પાદરામાં 4 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસા અને દાંતામાં 3.5 ઈંચ, વડગામ અને વિજયનગરમાં 3.5 ઈંચ, પાલનપુર અને ઉમરપાડામાં 3 ઈંચ, હળવદ અને દસાડા તાલુકામાં 3 ઈંચ, થરાદમાં 3 ઈંચ, ખેડબ્રહ્મા અને સતલાસણામાં 2.5 ઈંચ, ખંભાત અને ડેડિયાપાડામાં 2 ઈંચ, વડાલી અને વાવમાં 2 ઈંચ વરસાદ, સાંતલપુર અને સિદ્ધપુર તાલુકામાંમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ

કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ

કચ્છની વાત કરીએ તો ગઈરાત્રે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો રાપરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અબડાસા,ભુજ, ભચાઉ, નખત્રાણા અને લખપત તાલુકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાલુકાઓમાં પર છુટો છવાયો વરસાદ નોંધાયો છે. પશ્ચિમ કચ્છમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા વરસાદે તોફાની માહોલ બનાવ્યો હતો અને કેટલાક ગામડાઓમાં વીજળી ગુલ થયાના પણ સમાચાર છે. આ સિવાય આજે સવારથી પણ કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં હજુ 34 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં હજુ 34 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો હજુ 35 ટકા વરસાદની ઘટ છે. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ ઘટ 50 ટકા આસપાસ હતી. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રાજ્યમાં સારો વરસાદ શરૂ થતા હવે વરસાદની ઘટ પુરી થઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આખો સપ્ટેમ્બર મહિનો સારા વરસાદની આગાહી છે ત્યારે આ ઘટ પુરી થઈ જાય તેવી સંભાવના છે.

આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાનના છે. ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા સારો વરસાદ વર્ષી રહ્યો છે. વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદનુ હવામાન વિભાગનું અનુમાન છે.

English summary
Good rains in these areas of the state, heavy rains forecast in this area!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X