For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્ર હિત માટે ‘ઘરે’ પરત ફર્યા ગોરધન ઝડફિયા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ફેબ્રુઆરીઃ એક સમયના ભાજપના સક્રીય નેતા રહેલા અને નરેન્દ્ર મોદી સાથે વૈચારિક મતભેદ બાદ અલગ પાર્ટી બનાવનારા ગોરધન ઝડફિયા પુનઃ પોતાના ઘરે એટલે ભાજપમાં પરત ફર્યા છે. સોમવારે સાંજે ભાજપના નેતા આઇકે જાડેજા અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ગોરધન ઝડફિયા સહિતના ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતાઓએ કેસરિયો ખેસ પહેરી ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. જો કે જીપીપીના વિલિનીકરણને લઇને રહસ્ય હજુ અંકબંધ છે. જીપીપી નેતા સુરેશ મહેતાએ કહ્યું છે કે, જીપીપીનું વિલિનીકરણ નહીં થાય. તેઓ સુકાન સંભાળશે.

gordhan-zadafia-bjp-join
ગોરધન ઝડફિયાએ આ તકે પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જોડાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા મને એક જવાબદારી સોંપવામાં આવી હતી. જેને લઇને પાર્ટીના જિલ્લા પ્રમુખો અને અન્ય અગ્રણી નેતાઓની હાજરીમાં એક બેઠક કરી અને તેમાં ઉપસ્થિત લોકો દ્વારા એક સહમતિ વ્યક્ત કરવામાં આવ્યા બાદ જીપીપીનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. પ્રાદેશિક કક્ષાએ કદાચ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અમારે મતભેદ હોય પરંતુ વાત જ્યારે રાષ્ટ્રના હિતના આવે ત્યારે આપણે એક હોવા જોઇએ. ગુજરાતના નેતા વડાપ્રધાન બને, એ દેશના હિતમાં છે અને ગુજરાતના હિતમાં છે, તેથી અમે ભાજપ સાથે જોડાયા છીએ.

નોંધનીય છે કે, ગોરધન ઝડફિયાએ વર્ષો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી સાથે વૈચારિક મતભેદ થયા બાદ ભાજપ છોડી દીધું હતું અને પોતાની એક અલગ પાર્ટી લોન્ચ કરી હતી, ત્યાર બાદ જ્યારે કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરવામાં આવી ત્યારે ગોરધન ઝડફિયા તેમાં જોડાઇ ગયા હતા. તાજેતરમાં કેશુભાઇ પટેલ દ્વારા જીપીપીમાંથી રાજીનામું આપવામાં આવ્યા બાદ ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી હતી, જે આજે ખરી સાબિત થઇ છે.

જીપીપીના વિલિનીકરણને લઇને સુરેશ મહેતાએ કહ્યું છે કે, જીપીપીના કેટલાક નેતા જ ભાજપમાં ગયા છે, જેને લઇને પાર્ટીનું વિલિનીકરણ કરવામાં નહીં આવે, જીપીપીનું નવું સુકાન હું જાતે જ સંભાળીશ.

English summary
Gordhan zadafia rejoin bjp today. he said he was joing this party because of welfare of gujarat and nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X