રેલવે યૂનિવર્સિટી માટે સરકારે 1 કરોડથી વધુની જમીન ફાળવી
ગાંધીનગરઃ દેશની પહેલી રેલવે યૂનિવર્સિટીની સ્થાપના વડોદરામાં કરવાની જાહેરાત થઈ હતી. આ યૂનિવર્સિટીમાં રેલવેને વિવિધ અભ્યાસક્રમો તેમજ રેલવે કર્મચારીઓને તાલિમ પણ આપવામાં આશે. આ ઉપરાંત યૂનિવર્સિટીમાં વિવિધ કોલેજો અને હોસ્ટેલ્સ પણ બનાવવામાં આવશે. ત્યારે આ પ્રોજેક્ટ માટે સરકારે 1 કરોડથી પણ વધુની જમીન ફાળવી છે.

કેબિનેટની બેઠક મળી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં વડોદરા નજીક આવેલ વાઘોડીયાના પીપળિયા ગામે બનનાર રેલવે યૂનિવર્સિટી માટે રાજ્ય સરકારે જમીન ફાળવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ જમીન કેન્દ્ર સરકારને જમીનની જંત્રીના 50 ટકા ભાવે આપવામાં આવશે.

તાલિમ આપવા માટે 31 હેક્ટર જમીનનો ઉપોય કરાશે
આ યૂનિવર્સિટી આવવાથી ગુજરાતના વિકાસને હરણફાળ ભરશે. તેમા રેલવેમાં જે કોઈપણ ઇન્સ્ટીટ્યુ, સંસ્થા ચાલે છે. તેમજ રેલવેમાં દર વર્ષે મોટા પ્રમાણમાં જૂદા-જૂદા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે તેમની તાલિમ આપવા માટે 31 હેક્ટર જમીનનો ઉપોય કરવામાં આવશે.

સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં લાભ થશે
રેલવે દ્વારા આ જમીનની માંગ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ જમીન ફાળવી દેવામાં આવશે. જમીનની કિંમત 1 કરોડ કરતા વધુ હોય તો તેના માટે કેબિનેટની મંજૂરી લેવી જરૂરી હોવાથી આજે આ મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે રેલવે યૂનિવર્સિટી આવવાથી સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં લાભ થશે.