For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્યાના ઉવાસીન ગીશુ રાજ્યના ગર્વનર મુખ્યમંત્રીની મુલાકાતે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : કુદરતી સંશાધનો તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસના ફ્યુચર વિઝન સાથેનો સર્વે કરી વિકાસ રોડમેપ તૈયાર કરવા મુખ્યમંત્રીનું પ્રેરક સૂચન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની આજે કેન્યાના ઉવાસીન ગીશુ રાજ્યના ગર્વનર જેક્સન મડાંગોના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.

તેમણે ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસ ખાસ કરીને શિક્ષણ, ડેરી-પશુપાલન, મહિલા સશકિ્તકરણ અને ઊદ્યમિતા સાહસિકતાના ક્ષેત્રોમાં થયેલી સિધ્ધિઓ અને આંતરમાળખાકીય સવલતોનો વિનિયોગ પોતાના રાજ્યમાં કરવાનું માર્ગદર્શન અને પ્રેરણા મુખ્યમંત્રી પાસેથી મેળવ્યા હતા.

gujarat
મુખ્યમંત્રીએ ૧૦ લાખની જનસંખ્યા ધરાવતા આ ઉવાસીન ગીશુ રાજ્યમાં કુદરતી સંશાધનો તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસના ફયુચર વિઝન સાથેનો સર્વે કરી વિકાસ રોડમેપ તૈયાર કરવા જેક્સન મડાંગોને સૂચવ્યું હતું.

આ પ્રતિનિધિમંડળ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વેપાર ઊદ્યોગ પ્રમોશન માટે ગુજરાતની મૂલાકાતે આવેલું છે.

આ સૌજ્ન્ય મૂલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીના સચિવ અજય ભાદૂ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રૂપેશ શાહ અને સેક્રેટરી ભાવેશ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat CM shares insights for inclusive development with Kenyan delegation. Mr Jackson Mandago, Governor of Kenyan state Uasin Gishu met to Gujarat CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X