જાણો તમારા ઉમેદવારને: ઉમરેઠથી ભાજપના ગોવિંદભાઈ પરમાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઉમરેઠની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. તો ગોવિંદભાઈ પરમાર વિષે થોડુ જાણીએ. ગોવિંગભાઇનો જન્મ આંણદ જિલ્લાના ચખોરીમાં થયો હતો. તેમના પિતાનું નામ જલાલભાઈ પરમાર છે. તેમણે 5માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
આ સીટ પરથી ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સતત જીતતી આવે છે. વર્ષ 2002માં એક વખત ભાજપ આ સીટ પરથી જીતી હતી. એ બાદ કોંગ્રેસ જ અહી વિજયી થઈ છે. કોંગ્રેસના જયંત પટેલ હાલના ધારાસભ્ય છે. તેમણે અહીં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને હાર આપી હતી. તેમ છતા ભાજપે ફરી તેમને પ્રયત્ન કરવાની તક આપી છે અને ફરી એ જ સીટ પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. myneta.in પરથી માહિતી અનુસાર તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અને ખેતી છે. તેમના પર બે ગુનાહિત પ્રવૃતિના કેસ નોંધાયેલા છે.