For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું ડ્રીમ પેસિફિક સ્કેમઃ પીડિતોને પરત નહિ મળે રૂપિયા?

ગુજરાતનું ડ્રીમ પેસિફિક સ્કેમઃ પીડિતોને પરત નહિ મળે રૂપિયા?

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ડ્રીમ પેસિફિક વિઝન નામથી બનેલ કંપનીએ કરેલ કૌભાંડમાં પીડિતોને ન્યાય મળવો મુશ્કેલ છે. જેનું મુખ્ય કારણ છે રાજ્યમાં જીપીઆઈડી કાયદો લાગુ થવો, જેની હદમાં ડ્રી પેસિફિક જેવા સ્કેમ નથી આવતી. એવામાં હવે પીડિતોએ રૂપિયા પરત મેળવવા લગભગ મુશ્કેલ થઈ ગયું છે.

અમદાવાદમાં થઈ ઠગાઈ

અમદાવાદમાં થઈ ઠગાઈ

જણાવી દઈએ કે 7 ઓગસ્ટ 2018 દરમિયાન અમદાવાદમાં સીજી રોડ પર ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં ડ્રીમ પેસિફિક વિઝન નામથી કંપની ખોલવામાં આવી હતી. જેમાં રોકાણ કરનાર લોકોને રોકેલી રકમ થોડા સમયમાં જ બેગણા કરી દેવાની લાલ આપવામાં આવતી હતી. કંપનીમાં પ્રેમકુમાર ઉર્ફે મુકેશ કટારા, ઓમપ્રકાશ તોમર, છનાજી ઠાકોર નામના શખ્સ નિદેશક અને પ્રમોટર હતા. રાશિ બેગણા કરવાનું ષડયંત્ર રચીને તેમણે કેટલાક લોકો પાસેથી કરોડોની રકમ વસૂલી હતી.

પીડિતોની ફરિયાદ પર નવરંગપુરા પોલીસે ડ્રીમ પેસિફિક કંપની અને તેની સાથે જોડાયેલ તમામ લોકોની વિરુદ્ધ ગુનાહિત મામલો નોંધાવ્યો. તમામ પર લોકોની સાથે ઠગાઈ કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે. પરંતુ પોલીસ કાર્યવાહી કેવી રીતે કરે, જ્યારે જીપીઆઈડી કાયદો એવા મામલામાં લાગુ જ નથી થતો. આશ્રમ રોડ સ્થિત એસએમઆરએમ કંપની જીપીઆઈડી અધિનિયમના દાયરાથી બહાર છે.

કેમ અને કેવી રીતે લાગુ થાય છે જીપીઆઈડી કાયદો

કેમ અને કેવી રીતે લાગુ થાય છે જીપીઆઈડી કાયદો

રોકાણકારોના હિતમાં ગુજરાત સરકારે 2003માં GPID (ગુજરાત પ્રોટેક્શન ઑફ ઇંટરેસ્ટ ઑફ ડિપૉજિટર્સ)નો કાયદો બનાવ્યો હતો. આ કાયદા અંતર્ગત જો લોકોની સાથે રોકાણ કરાવનાર કંપની તેમને દગો આપી રહી છે, તો કંપનીની સ્થિર અને અસ્થિર સંપત્તિ જપ્ત થઈ શકે છે. સંપત્તિની હરાજી કરવામાં આવી શકે છે અને જમાકર્તાઓને ધન પરત કરાવવાનું પ્રાવધાન આપવામાં આવી શકે છે.

અમદાવાદમાં કાયદો ન ચાલ્યો?

અમદાવાદમાં કાયદો ન ચાલ્યો?

જીપીઆઈડી અધિનિયમના પ્રાવધાનો મુજબ કૌભાંડી કંપની/વ્યક્તિની સંપત્તિનું વેચાણ કરી મળેલ રકમમાંથી પીડિતોને રૂપિયા પરત આપવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં આ કાયદો ન ચાલ્યો. જ્યારે અમદાવાદના ચર્ચિત આશ્રમ રોડ પર સ્થિત એસએમઆરએમના પ્રબંધ નિદેશક પ્રણવ ચૌહાણ અને ભરત ચાવલાએ લાખો રૂપિયાની ઠગાઈ કરી, છતાં કંપની વિરુદ્ધ જીપીઆઈડી અધિનિયમ લગાવવામાં ન આવ્યો.

અત્યાર સુધીમાં આટલું જ કરી શકી પોલીસ

અત્યાર સુધીમાં આટલું જ કરી શકી પોલીસ

જીપીઆઈડીથી અલગ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસે આર્ચર કેર નામની કંપની ખોલીને લોકોને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિનય શાહ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ છેતરપિંડી અને જીપીઆઈડી કાયદા અંતર્ગત મામલો નોંધ્યો છે.

રૂપિયા ડબલ કરવાનો વાયદો કરતા

રૂપિયા ડબલ કરવાનો વાયદો કરતા

જ્યારે પીડિતોના ડ્રીમ પેસિફિક કૌભાંડને લઈને કહેવું છે કે મહાઠગ અશોક જાડેજાના સાથે મુકેશ કટારા તરફથી લોકોને થોડા સમયમાં જ રકમ ડબલ કરી દેવાનો વાયદો કરવામાં આવતો હતો. જેને પગલે કેટલાય લોકો તેમની ચપેટમાં આવી ગયા. આ મામલામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 23 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હોવાનો મુકેશ કટારા અને તેના અન્ય બે સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જણાવવામાં આી રહ્યું છે કે બે વર્ષ પહેલા પણ ઠગાઈના મામલામાં તેની નવરંગપુરા પોલીસે જ ધરપકડ કરી હતી.

‘સરકારથી આટલી જ તકલીફ હોય તો અલગ કેમ નથી થઈ જતા?' : RSS ‘સરકારથી આટલી જ તકલીફ હોય તો અલગ કેમ નથી થઈ જતા?' : RSS

English summary
GPID law Obstacle for victims, In case of a private investment company called 'Dream Pacific'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X