For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP માટે પ્રચાર કરી રહ્યાં GPP ના ધારાસભ્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nalin-kotadiya
અમદાવાદ, 29 મે: તાજેતરમાં કેશુભાઇ પટેલ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ને એક મોટો ઝટકો આપતાં તેમના એક ધારાસભ્યએ ભાજપમાં જોડાવવાના સંકેત આપ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જીપીપીની રચના કરી હતી. પાર્ટીએ ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ફક્ત બે સીટો પર જીત મેળવી હતી. કેશુભાઇએ વિસાવદર સીટથી જ્યારે નલિન કોટડિયાએ ધારી સીટ પરથી ચૂંટણી જીતી હતી.

નલિન કોટડિયા પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યાં છે. નલિન કોટડિયાએ કહ્યું હતું કે બધા લોકો રાજ્યમાં વિકાસના કાર્યોથી પ્રભાવિત થઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માંગે છે. હું તેમના શાસનમાં રાજ્યમાં થયેલા વિકાસથી ખુશ છું. ભાજપમાં સામેલ થવાના નિર્ણય અંગે તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે પરંતુ હું અંતિમ નિર્ણય લેતાં પહેલાં પોતાના સમર્થકો સાથે વાતચીત કરીશ.

નલિન કોટડિયા અંગે પૂછવામાં આવતાં જીપીપીના મહાસચિવ ગોવર્ધન ઝડફિયાએ કહ્યું હતું કે તે હજુસુધી ભાજપમાં જોડાયા નથી. જ્યારે તે ભાજપમાં જોડાશે તો અમે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારી બગસરા સીટ પર જીપીપીના ઉમેદવાર નલીનભાઇ કોટડીયાએ ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારને પછાડી મેદાન માયું હતું. અહી નલીનભાઇ કોટડીયા તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના કોકીલાબેન કાકડીયાને ૧૫૭૫ મતે હરાવી વિજેતા થયા હતા. જો કે અહી પણ ત્રણેય મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે કસોકસની લડાઇ ચાલી હતી.

English summary
GPP MLA Nalin Kotadiya is Campaigning for BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X