For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશુબાપાની જીપીપીને રાજકીય પક્ષ તરીકે ચૂંટણીપંચની માન્યતા મળી

|
Google Oneindia Gujarati News

gpp-logo
ગાંધીનગર, 12 જાન્યુઆરી : ચૂંટણી પંચ દ્વારા કેશુભાઇ પટેલની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીને રાજકીય પક્ષ તરીકેની માન્યતા આપી છે. આ સાથે ચૂંટણી પંચે તેમના પાર્ટી ચિહ્નને ચૂંટણી ચિહ્ન તરીકે પણ માન્ય રાખ્યું છે. જો કે આ સાથે ચૂંટણી પંચે કોઇને વાંધો હોય તો અરજીઓ પણ મંગાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્ય ચૂંટણી આયોગે 19-11-2011ના આદેશથી નક્કી કરેલી જરૂરિયાત સંતોષે છે. આથી રાજ્ય ચૂંટણી પંચ ક્ટલીક શરતો અને નિયંત્રણોને આધીન પક્ષને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવા તથા બેટ પ્રતીક અનામત કરીકે રાખવા વિચારેલ છે. તો આ પક્ષની નોંધણી તથા પ્રતીક અનામત કરવા સામે કોઇ પણ શખ્સ, સંસ્થા, સંઘ, મંડળ, રાજકીય પક્ષ, વ્યક્તિ કે જાહેર જનતાને વાંધો કે સલાહ સૂચન હોય તો તે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં રાજ્ય ચૂંટણી સચિવને મોકલી આપે.

રાજ્ય ચૂંટણીને ઉલ્લેખનીય મુદત દરમિયાન જો કોઇ વાંધા, સલાહ, સૂચન મળશે તો રાજ્ય ચૂંટણી પંચ તેની વિચારણા કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે. મુદ્દત પુરી થયા બાદ પંચ તેને માન્યતા આપશે. આ જ શરતો અનુસાર પંચે રાજેશ મગનભાઇ ગજેરાએ સુરતથી નોંધાવેલી યુવા સરકાર પાર્ટીને પણ મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

English summary
GPP recognized as political party by Election Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X