AAPને શુભેચ્છા, અમે જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએઃ જીતુ વાઘાણી
અમદાવાદઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 59 જેટલી સીટ પર આમ આદમી પાર્ટીને લીડ મળી છે જ્યારે રૂઝાનમાં 11 સીટ પર ભાજપને લીડ મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતીથી જીતતું જણાઈ રહ્યું છે. ભાજપે એક તરફ પોતાની હાર પણ સ્વીકારી લીધી છે. બીજી તરફ કોંગ્રેસ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ પોતાનું ખાતું નહોતી ખોલાવી શકી. ત્યારે જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે જ આમ આદમી પાર્ટીને અભિનંદન પાઠવ્યા.
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને દિલ્હીની જનતાનો જનાદેશ મળ્યો છે તે બદલ આમ આદમી પાર્ટીને શુભેચ્છા પાઠવીએ છીએ, અમે જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએ. દિલ્હીમાં ભલે ભાજપ વધુ સીટ ના જીતી શકી હોય પરંતુ અમારા વોટશેરમાં વધારો થયો છે અને એક મજબૂત વિપક્ષ તરીકે ભાજપ દિલ્હી વિધાનસભામાં કામ કરશે. આની સાથે જ કોંગ્રેસ પર પણ જીતુભાઈ વાઘાણીએ પ્રહારો કર્યા હતા, અને કહ્યું કે 25 જેટલા વર્ષો દિલ્હીમાં રાજ કર્યું હોવા છતાં કોંગ્રેસ અહીં એક પણ સીટ જીતી ના શકી ત્યારે કોંગ્રેસે વિચારવા જેવું છે.
Delhi Election Results 2020: અલ્કા લાંબાએ જણાવ્યું પોતાની હારનું કારણ