• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવતીને ફોન કરવાના મામલે વડોદરામાં તલવારો ઉડી

|
Google Oneindia Gujarati News
વડોદરા, 20 ઓક્ટોબરઃ વડોદરા શહેર નજીક આવેલા ઘનીયાવી ગામ ખાતે એક યુવક દ્વારા યુવતીને ફોન અને એસએમએસ કરવા બાબતે બોલાચાલી થઇ હતી અને વાત એ હદે વણસી ગઇ હતી કે બે ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં બન્ને ટોળા તલવાર સહિતના ઘાતક હથિયારો લઇને સામ-સામે આવી ગયા હતા. જેમાં સાત જેટલા લોકોને ઇજા પહોચીં હોવાનું જાણવા મળ્યું છે, ઘટનાની જાણ થતાં પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ત્રણ રાઉન્ડ હવામાં ગોળિબાર કર્યો હતો, આ ઘટનામાં બે પોલીસ કર્મઓને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ વડોદરા શહેર નજીકના ધનીયાવી ગામ ખાતે રહેતા દરબાર પરિવારની યુવતીને ગરાસિયા પરિવારના યુવક દ્વારા અવાર નવાર ફોન કરવામાં આવી રહ્યાં હતા, તેમજ એસએમએસ પણ એ યુવક કરી રહ્યો હતો. આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઇ હતી, જેથી તેઓ ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા યુવતી પક્ષના ટોળા અને યુવક પક્ષના ટોળા વચ્ચે બોલાચાલી થઇ હતી અને યુવતી પક્ષ તલવારો સાથે સામા જૂથ પર હુમલો કરવા પહોંચી ગયા હતા.

તો બીજી તરફ સામા પક્ષ તરફથી યુવકના પરિવાજ જનો પણ ઘાતક હથિયારો સાથે આવી ગયા હતા. બન્ને પક્ષ તરફથી અંદાજે 30 જેટલા લોકો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સર્જાયું હતું. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે આવી ગઇ હતી અને બન્ને ટોળાને વિખેરવા માટે ત્રણ રાઉન્ડ હવામાં ગોળિબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીને ઇજા થઇ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે, પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે.

English summary
group clash in vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X