For Quick Alerts
For Daily Alerts
ગુજરાત બોર્ડ ધોરણ 10નુ આવતીકાલે પરિણામ, વેબસાઈટ પર જોઈ શકશો
આવતીકાલે ગુજરાત બોર્ડનુ ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવશે જે બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પરથી જાણી શકાશે. જો કે માર્કશીટ ક્યારે આપવામાં આવશે તેની તારીખ વિશે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઈટ પરથી પોતાનુ પરિણામ જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ 2020માં ગુજરાતમાં 8.40 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.25 લાખ વિદ્યાર્થીઓ રિપીટર છે. આ વર્ષે કોરોનાના કારણે પરિણામ આવવામાં વિલંબ થતા વિદ્યાર્થીઓ કાગડોળે પોતાના પરિણામની રાહ જોતા તેમની આતુરતાનુ આવતીકાલે અંત આવશે.
વેબ સીરિઝના વિવાદિત સીન પર એકતા કપૂરે તોડ્યુ મૌન, 'મતલબ કે રેપ યોગ્ય છે'