For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB SSC પરીક્ષા વૈકલ્પિક પ્રકાર પ્રશ્નાવલી સાથે વધુ સરળ બનશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 ઓગસ્ટ : વિદ્યાર્થીઓમાં પેસી ગયેલા SSC બોર્ડ પરીક્ષાના હાઉને દૂર કરવા માટે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (જીએસઇબી - GSEB)એ ધોરણ 10ની પરીક્ષા વધારે સરળ બનાવવાની દિશામાં વિચારણા આદરી છે.

આ માટે જીએસઇબી વૈકલ્પિક પ્રકારની પ્રશ્નાવલી દ્વારા પરીક્ષાને સરળ બનાવવા વિચારણા કરી રહ્યું છે. વૈકપ્લિક પ્રકારના પ્રશ્નોથી ગામડાના વિદ્યાર્થીઓ સરળતાથી પાસિંગ માર્કસ મેળવી શકશે એમ તેમની ધારણા છે.

ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા પધ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે. જેમાં એસએસસીના તમામ પ્રશ્નપત્રો એમસીક્યુ (MCQ) આધારિત રહેશે. એટલે કે ધોરણ 10નું 100 માર્કસનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે ઓબ્જેક્ટિવ પ્રશ્નોવાળું હશે.

ssc-result-600

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડ દ્વારા ધોરણ 10 એટલે કે એસએસસી પરીક્ષામાં મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન(એમસીક્યુ - MCQ) સિસ્ટમ દાખલ કરવા માંગે છે. જે અંતર્ગત 100 માર્કસના પ્રશ્નો એમસીક્યુ પધ્ધતિથી કાઢવા માટે વિચારણા ચાલી રહી છે.

આ સંદર્ભમાં વિષય નિષ્ણાતો સાથેની એક મિટીંગ પૂરી થઈ ગઈ છે. તજજ્ઞોની કમિટીએ તેમના અભિપ્રાયો અને સૂચનો આપી દીધા છે. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓના પ્રિન્સિપાલો અને શાળા સંચાલકો સાથે જુદી જુદી બેઠકો યોજી તેમના અભિપ્રાયો મેળવ્યા બાદ બોર્ડ દ્વારા નિર્ણયની વિધિવત જાહેરાત કરાશે.

આ પદ્ધતિનો અમલ કરવામાં મુખ્ય મુંઝવણ એ છે કે પરીક્ષામાં તમામ વિષયોમાં 100 માર્કસના એમસીક્યુ રાખવા કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો પૂરતી જ આ પદ્ધતિ અમલી બનાવવી જોઇએ? કારણ કે અંગ્રેજી અને ગુજરાતી ભાષાના વિષયોમાં થિયરી એક્ઝામ માટે તજજ્ઞોએ સૂચનો કર્યા છે.

બેઠકમાં નિષ્ણાતોની ચર્ચામાં એવા મંતવ્યો આવ્યા છે કે ભાષાના વિષયોમાં થિયરી પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓની લેખનશૈલી અને વિચારો વ્યક્ત કરવાની શક્તિ વધુ દ્રઢ બનશે. કોઇ પણ નિર્ણય લેવામાં આવે તે પહેલા તમામ પાસાનો સર્વગ્રાહી અભ્યાસ કારશે.

માનવામાં આવે છે કે રાષ્ટ્રીયસ્તરે લેવાઈ રહેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્ન એમસીક્યુ આધારિત હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ તે અંગેની તૈયારીઓ કરી શકે અને તેમની માનસિકતા કેળવાય તે જરૂરી છે. એમસીક્યુ પરીક્ષા પધ્ધતિથી ચોરીનું દૂષણ ઘટશે અને ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે પડતી મુશ્કેલીનો અંત આવશે.

English summary
GSEB SSC exam will be more easy with alternative type questionnaire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X