For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB: ગુજરાત 10 માં બોર્ડનું 67.50% પરિણામ

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ(GSEB) એ 10 માં ધોરણનું પરિણામ જાહેર કર્યુ છે. આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ(GSEB) એ 10 માં ધોરણનું પરિણામ જાહેર કર્યુ છે. આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યુ. પરિણામ નિયત સમય પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ. પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વખતે ગુજરાતના 10 માં નું પરિણામ 67.50% આવ્યુ છે.

gseb

સવાણી હિલ ઈશ્વરભાઈએ 10 માં બોર્ડમાં ટોપ કર્યુ છે. તેને 600 માંથી 594 ગુણ મેળવ્યા છે. બીજા નંબર પર 589 ગુણ સાથે કૃષ્ણા હિંમાંશુકુમાર અને ત્રીજા સ્થાન પર 586 ગુણ સાથે હિંગરાજીયા પ્રિયલકુમાર જીતુભાઈ છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 80.06% પરિણામ આવ્યુ છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછુ 37.35% પરિણામ આવ્યુ છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ધોરણનું પરિણામ 67.50% પરિણામ આવ્યુ છે. ગુજરાત બોર્ડમાં આ વખતે 7.75 લાખ છાત્રો બેઠા હતા જેમાંથી 5.28 પાસ થયા છે.

પરીક્ષાનુ પરિણામ આ રીતે જુઓ
ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાવ.
પોતાનો રોલ નંબર નાખીને લોગ-ઈન કરો.
પોતાનું પરિણામ જોઈને ડાઉનલોડ કરો.

English summary
gseb ssc results gujarat 10th board results declared on gseb org check your score
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X