For Quick Alerts
For Daily Alerts
GTU દ્વારા એડવાન્સ ફી ઉઘરાણીનો ડિપ્લોમા કોલેજોએ કર્યો વિરોધ
અમદાવાદઃ ડિપ્લોમા કોલેજો દ્વારા ગુજરાત ટેકનોલૉજિકલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સમાં એફિલિએશન ફી ચાર્જ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. ગુજરાતની સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા કોલેજ એસોસિએશને જીટીયુના એ નોટિફિકેશન સામે વાંધો વ્યક્ત કર્યો છે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી એક જ વારમાં ત્રણ વર્ષ માટે 900 રૂપિયાની એફિલીએશન ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યુ છે.
નિયમ મુજબ જીટીયુ દ્વારા સંલગ્ન કોલેજમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા વાર્ષિક ફી ઉઘરાવવામાં આવે છે. નેશનલ સ્ટુ઼ડન્ટ્સ યુનિયન ઑફ ઈન્ડિયાના સભ્યોએ યુનિવર્સિટી પર આ પગલાં દ્વારા પર નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. એનએસયુઆઈના એક સભ્યના જણાવ્યા મુજબ જીટીયુ સંલગ્ન કોલેજોમાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ છે. એફિલિએશન ફીના નામે એડવાન્સમાં ફી ઉઘરાવીને જીટીયુ 9 કરોડ રૂપિયાની મોટી રકમ ભેગી કરવા માંગે છે.
Comments
English summary
GTU's advance collection of affiliation fees is objected by diploma colleges
Story first published: Friday, December 17, 2021, 15:06 [IST]