ગુજરાતઃ GTU પરીક્ષા ઑફલાઈન જ થશે, 1 ક્લાસરૂમમાં 15 વિદ્યાર્થી બેસશે, માસ્ક જરૂરી
અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોના વાયરસનુ સંક્રમણ વધી રહ્યુ છે. એક સપ્તાહની અંદર અહીં સેંકડો નવા દર્દી મળ્યા છે. જેના કારણે અમદાવાદમાં આજે રાતે 9 વાગ્યાથી 60 કલાકનો કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે. વળી, સોમવારથી રાત્રિ કર્ફ્યુ રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાત ટેકનિકલ વિશ્વવિદ્યાલય(જીટીયુ)ના વિવિધ અભ્યાસક્રમોની વિન્ટર પરીક્ષાઓ યોજાવાની છે. જીટીયુ તરફથી પરીક્ષાર્થીઓ માટે કહેવામાં આવ્યુ છે કે પરીક્ષા ઑનલાઈન નહિ પરંતુ ઑફલાઈન આયોજિત કરવામાં આવશે. એટલે કે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપવાની રહેશે.
પરીક્ષાનો સમય 2 કલાક, નજીકનુ સેન્ટર પસંદ કરી શકે છે પરીક્ષાર્થી
જીટીયુ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોરોનાના કારણે પરીક્ષાર્થીઓ માટે આ સુવિધા આપવામાં આવી છે કે તે પોતાના ઘર પાસેનુ પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. આ ઉપરાંત જો કોઈ પરીક્ષાર્થી પરીક્ષા સમય દરમિયાન કોરોના પૉઝિટીવ હશે તો જીટીયુ સ્પેશિયલ પરીક્ષા લેશે. જીટીયુ તરફથી વિન્ટર એક્ઝામ માટે એ પણ કહેવામાં આવ્યુ છે કે પરીક્ષાવાળા એક ક્લાસમાં માત્ર 15 પરીક્ષાર્થીઓ બેસશે. જીટીયુના નોટિફિકેશન મુજબ જીટીયુએ ડિસેમ્બર મહિનામાં વિન્ટર પરીક્ષાઓ આયોજિત કરવાની ઘોષણા કરી છે અને તારીખની ઘોષણા જલ્દી કરવામાં આવશે.
સંબંધિત કોલેજને પરીક્ષા ઑનલાઈન કરાવવાની રહેશે
જીટીયુના કેન્દ્રો પર પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન થઈ શકે માટે પરીક્ષાર્થીઓને દૂર-દૂર બેસાડવામાં આવશે. સાથે જ માસ્ક પહેરવુ પણ અનિવાર્ય રહેશે. જણાવવાામાં આવ્યુ છે કે વિન્ટર પરીક્ષાની બદલાયેલી સ્ટાઈલ સીટના આધારે લેવામાં આવશે. જે પાઠ્યક્રમોમાં એક્સટર્નલ પ્રેક્ટીકલ પરીક્ષાઓ થવાની છે અથવા વાઈવા થવા છે તેના માટે માર્ક્સ અપલોડ કરવાનુ 24 નવેમ્બરથી શરૂ થઈ જશે. ગુજરાત ટેકનિકલ વિશ્વવિદ્યાલય(જીટીયુ)ના અધિકારીઓ વધુ એક જરૂરી વાત જણાવી કે સંબંધિત કોલેજોએ આ પરીક્ષા ઑનલાઈન કરાવવાની રહેશે.
કોરોના વાયરસનુ સંક્રમણ વધતા અમદાવાદમાં 60 કલાકનો કર્ફ્યુ