રાજ્યભરમાં અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની

Subscribe to Oneindia News

આજે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આગજનીની ઘટના બની હતી. સુરતના પાંડેસરા GIDCમાં આવેલ યાર્ન ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગી હતી. જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 25થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ડાઈંગ મિલમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને જ્વલંત પદાર્થ હોવાથી ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત થઇ હતી. એટલી ભીષણ આગ હતી ૫ કિમી સુધી આગના ધુમાડા દેખાતા હતા. મળતી માહિતી મુજબ મિલમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરેલા બેરલહતા. જોકે આગ લાગતા એક બરેલમાં બ્લાસ્ટ થયો હતો. આગ વધુ ફેલાતા થોડીવારમાં આગ વિકરાળ થઇ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે કોઈ જાનહાની થઇ નથી.

fire

તો બીજી તરફ સુરતના નાનપુરા ખાતે આવેલ ટ્રેડ સેન્ટરમાં ઉપરના માળ પાર અચાનક આગ લાગતા ભારે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે આગ વધુ પશરે એ પહેલા ફાયર ને કોલ કરતા ફાયર બ્રિગેડ સમયસર આવી પહોંચતા ફાયરના બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી માળ પર ફસાયલ લોકોને હેમ ખેમ બહાર કાઢ્યા હતા.અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

fire

ગાંધીનગરના ભાટ ગામ પાસે આવેલ મધર ડેરીમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે ફાયરને બ્રિગેડને ઘટનાની જાણ થતા 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધર્યો હતો. બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. કાંચની બિલ્ડીંગ હોવાથી આગ પર કાબુ મેળવવા માટે ફાયરને જહેમત ઉઠાવી પડી હતી. અને બિલ્ડીંગના કાંચ તોડવામાં આવ્યા હતા.

mother dairy

કચ્છમાં ગાંધીધામ GIDCમાં આવેલ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાપડનો ગોડાઉન હોવાથી આગ વધુ પશરી હતી. જોકે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. અમદાવાદના ઘીકાંટામાં આવેલ જૂની કલેકટર ઓફીસના રેકોડ રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. ૩ ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બોટાદ શહેરમાં હરણકુઈ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનાં બની હતી જોકે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આણંદના વિદ્યાનગર GIDCમાં આવેલ અનુપમ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે આગ બીજા વિભાગમાં પશરે પહેલા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

fire
English summary
Guajrat : Huge fire broke in different place in Gujarat.Read here more.
Please Wait while comments are loading...