
ગુજરાતમાં સાત વર્ષમાં 3,27,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો
ગુજરાતમાં પાછલા સાત વર્ષોમાં 3.27 લાખ વિદ્યાર્થી પ્રાઈવેટ સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા. એકલા અમદાવાદ શહેરમાં જ આવા પ્રકારના વિદ્યાર્થીઓની સંખ્યા 40 હજાર જણાવવામાં આવી છે. સરકારી શાળાઓમાં અભ્યાસની સારી સુવિધાઓને કારણે આ બદલાવ માનવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલડી દેસાઈ મુજબ શિક્ષણ પ્રત્યે સરકારની સારી નીતિઓને કારણે વાલી સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે વિચાર કરવા લાગ્યા છે. હવે સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓ ઉપરાંત પ્રશિક્ષિત શિક્ષક, નીતિગત યોજનાઓ છે. જેમાં બાળકોને મળતા લાભોના સંબંધમાં વાલીઓને જાગરુક કરવામાં આવી રહ્યા છે. આ પગલાંને કારણે અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે નવા શૈક્ષણિક સત્ર માટે શિક્ષકોને બાળકોના પ્રવાસ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષક શહેરના વિવિધ ભાગોમાં જઈ સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેવા માટેના ફાયદા જણાવશે.
નગર શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ સુજય મેહતા મુજબ ખાનગી શાળાની જેમ સરકારી શાળાઓમાં પણ રમત-ગમતના મેદાન, હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્વચ્છતાનો માહોલ અને અનુભવી શિક્ષકો છે. આ તમામ કારણોસર વાલીનું વલણ સરકારી સ્કૂલો તરફ વધવા લાગ્યું છે. આ કારણે જ સાત વર્ષમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી સરકારી પ્રાથમિક શાલાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત આખામાં આવા પ્રકારના વિદ્યાર્થીઓની સંખ્યા 3.27 લાખની આસપાસ છે.