For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી સમોસા'ને લઇને ભડકી શકે છે હિંસા: ગુજરાત કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 જુલાઇ: યૂપીએ સરકારના ગોટાળાઓ સબંધિત બિલ છાપવાના મુદ્દે મુંબઇના અદિતિ હોટલને નિશાન બનાવવાની ઘટના બાદ આકરી ટીકાના ઘેરામાં આવેલી કોંગ્રેસે હવે ચેતાવણી આપી છે કે જો ગુજરાતની પ્રસિદ્ધ હોટલો અને રેસ્ટોરન્ટોમાં તેમના કાર્યકાળમાં જાહેર થયેલા ગોટાળાના નામ સાથે જોડાયેલી ડિશ (ભોજન) પીસરવામાં આવશે તો હિંસા ભડકી શકે છે. જો જીઆરએચએફના સભ્ય પોતાની આ યોજના સાથે આગળ વધવાનો નિર્ણય કરે છે તો હોટલો અને રેસ્ટોરન્ટોમાં આવનાર લોકોને ગરમા ગરમ '2જી કા સમોસા' અથવા 'કોલગેટ સેન્ડવીચ' ખાવાની તક મળી શકે છે.

કોંગ્રેસના વડોદરા એકમના શૈલેશ અમીને ચેતાવણી આપી છે કે જો ગુજરાતના રેસ્ટોરન્ટોમાં ગોટાળા-ભ્રષ્ટાચારના નામ પર ડિશ પિરસવામાં આવશે તો હિંસા ભડકી શકે છે. વડોદરા શહેરમાં કોંગ્રેસના યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન ઉજાગર થયેલા ગોટાળા નામવાળા ફૂડ અને બેવરેજને પિરસવાની તૈયારીને રેસ્ટોરન્ટને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે આ વિરોધની યોગ્ય રીત નથી. જો કોઇ રેસ્ટોરન્ટ પોતાના મેનુકાર્ડમાં ગોટાળાનો ઉલ્લેખ કરે છે તો અમે તેના પરિસરમાં જઇને વિરોધ કરીશું. જો કોઇ કાર્યકર્તા પોતાનો સંયમ ગુમાવી બેસે અને રેસ્ટોરન્ટને નુકસાન પહોંચે તો અમે તેના માટે જવાબદાર નથી.

samosa

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના હોટલ માહિલ મુંબઇના તે અદિતિ હોટલના પક્ષમાં ઉભા થઇ ગયા છે, જેને પોતાના બિલમાં ભ્રષ્ટાચાર-મોંઘવારીને લઇને યુપીએ સરકાર પર ટિપ્પણી કરી હતી. ગુજરાતના સ્વામીઓનું કહેવું છે કે કેન્દ્રના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તે ગ્રાહકો સમક્ષ ગોટાળાના નામે ખાદ્ય સામગ્રી પિરસશે, જેમ કે 2-જી સમોસા, સીડબ્લ્યૂજી પકોડા, કોલગેટ સેંડવીચ વગેરે. બીજી તરફ કોંગ્રેસના સમર્થકોનું કહેવું છે કે હોટલોમાં રાજ્યના સ્ટોન ચોર મંત્રીના નામ પર દાલ બોખરિયા, નરેન્દ્ર મોદીના નામ પર ફેંકુ થાળી પણ વેચવી જોઇએ.

ગુજરાત હોટલ ફેડરેશન (જીઆરએચએફ)ના સભ્ય અશ્વિન ગાંધીનું કહેવું છે કે અદિતિ હોટલે પોતાના બિલમાં સરકારની ટીકા કરીને કોઇ ખોટું કામ કર્યું નથી. અમે લોકો કેન્દ્રના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે ગોટાળાના નામે ખાદ્ય સામગ્રીઓ વેચીશું. અશ્વિન ગાંધીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે દરેક નાગરિકને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. ફેડરેશનના સભ્ય રેસ્ટોરન્ટોના નવા સર્વિસ ટેક્સની બિલકુલ વિરૂદ્ધ છે. કેટલાક મહિના પહેલા કેન્દ્રએ સર્વિસ ટેક્સને લાગૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરએચએફના રાજ્યભરમાં 6000થી વધુ સભ્યો છે.

બીજી તરફ હોટલ ફેડરેશનના નિર્ણય પર કોંગ્રેસના સમર્થકોએ ફેસબુક પર આકરી પ્રતિક્રિયા આપી હતી. એક સમર્થકે પોસ્ટ કર્યું હતું કે હોટલ માલિક પોતાની ખાણીપીણીના નામ કંઇક આ રીતે રાખી શકે છે. 54 કરોડના ખનીજ કૌભાંડ ચોરીમાં સજા મેળવનાર ગુજરાત સરકારના મંત્રીના નામ પર દાળ બોખરિયા, ભાઇ-ભત્રીજાને કોંટ્રાક્ટ અપાવનાર આરોપી પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીના નામ પર વેજ સંઘાણી, નરેન્દ્ર મોદીના નામ પર ફેંકુ થાળી, અદાણી મસાલા ભેળ વગેરે.

English summary
Despite facing criticism for recently targeting a Mumbai-based Hotel Aditi, which printed bills highlighting the UPA government scams, the Congress has warned of violence if popular eateries in Gujarat serve dishes named after corruption cases unearthed during its tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X