For Quick Alerts
For Daily Alerts
ગુજરાત સરકારે કોડનાની અને બજરંગીની ફાંસીની અપીલ ટાળી
અમદાવાદ, 14 મે : વર્ષ 2002ના ગુજરાત રમખાણોના નરોડા પાટિયા કેસમાં દોષિતો માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 10 આરોપીઓની સજાને ફાંસીની સજામાં ફેરવવાની અપીલ કરવાનો નિર્ણય હાલ ગુજરાત સરકારે ટાળી દીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલે આ અંગેની માહિતી આપી હતી.
પટેલે જણાવ્યું કે આ કેસમાં એડવોકેટ જનરલની સલાહ લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના કહેવા અંગે ગુજરાત સરકારે પહેલા દોષિતોની સજાને ફાંસીની સજામાં ફેરવવાની અપીલ કરવાની વાત કરી હતી.
આ કેસમાં માયા કોડનાનીને 28 વર્ષ અને બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં આઠ દોષિતોને પણ સજા સંભળાવવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જો ગુજરાત સરકાર સજા વિરુદ્ધ અપીલ કરવાનો ઇનકાર કરે છે તો એસઆઇટી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે.
Comments
gujarat riots gujarat government maya kodnani babu bajrangi ગુજરાત રમખાણો ગુજરાત સરકાર માયા કોડનાની બાબુ બજરંગી
English summary
Gujarat government rethink on death appeal for Kodanani and Bajarangi.