• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતની જમીન ફાળવણી અને ચકાસણી પધ્ધતિ પારદર્શી અને ઉપયોગી : કેગ

|
nitin-patel-saurabh-patel
ગાંધીનગર, 5 એપ્રિલ : તાજેતરમાં ગુજરાત સરકારની નીતિઓઓ અને કાર્યપદ્ધતિ અંગે કેગે આકરી ટીકા કરી છે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ અહેવાલોએ ખાસ્સો ઉહાપોહ સરજ્યો હતો. જો કે આ મુદ્દે હકીકત સાવ અલગ છે. વાસ્તવમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ગુજરાત સરકારના કાર્યોની ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે. પણ માધ્યમો દ્વારા ગુજરાત સરકારનો અપપ્રચાર કરવા માટે આ પ્રકારનું તરકટ રચ્યું હોવાની વાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઓ નાણા મંત્રી નીતિનભાઇ પટેલ અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કરી છે.

બંને પ્રધાનોએ જણાવ્યું છે કે કેગના વર્ષ 2011-12ના ગુજરાત ઓડિટના અહેવાલમાં ગુજરાતના ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને વિકાસની સિદ્ધિઓની પ્રસંશા કરવામાં આવી છે. પરંતુ માત્ર રાજ્ય સરકારને બદનામ કરવાના હેતુથી કેટલાક અન્વેષણના અર્થધટનના મુદ્દાઓને ખોટી રીતે રજૂ કરીને અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ભારતના કેગના વર્ષ 2011-12ના ગુજરાત ઓડિટના અહેવાલમાં રાજ્યની કેટલીક જમીન ફાળવણી બાબતની નીતિ અને પ્રક્રિયાઓ અંગે જે ઓડિટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા છે તેવા કેટલાક કિસ્સામાં કેગ દ્વારા હેતુ લક્ષી અન્વેષણ (ઓબ્જેક્ટિવ ઓડિટ)ને બદલે સબ્જેક્ટિવ ઓડિટ કરેલું છે એવું સ્પષ્ટ તારણ નીકળે છે.

હકીકતમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટેની જમીનની ફાળવણીની નીતિ અને પ્રક્રિયા પદ્ધતિ સંપૂર્ણ પારદર્શી રાખી છે. ઉદ્યોગોને જમીનની ફાળવણી તેના પરિપત્રોની સુસંગત રહીને જ કરવામાં આવી છે. ગુજરાતમાં આજે ઔદ્યોગિક વિકાસ માટે જમીનોની ફાળવણી સુવિચારિત પારદર્શિતાની નીતિ પ્રમાણે કરવામાં આવે છે. રાજ્ય સરકાર કેગના અહેવાલનું મૂલ્યાંકન નકારાત્મક નહીં પણ વ્યવસ્થા અને નીતિઓમાં ભાવિ ગુણાત્મક સુધારાની દ્રષ્ટિએ કરે છે.

ગુજરાત સરકારે મહેસૂલી ખાધને નાબૂદ કરી રૂપિયા 3215 કરોડની મહેસૂલી પુરાંત પ્રાપ્ત કરી છે. આ દ્વારા ઉત્તમ નાણાકીય શિસ્તનું વ્યવસ્થાપન પ્રદર્શિત કર્યું છે જેની કેગ દ્વારા નોંધ લેવામાં આવી છે. કેગના જ અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે સર્વાંગી વિકાસની વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાંચ વર્ષમાં ગુજરાતના વિકાસલક્ષી ખર્ચનું પ્રમાણ 65.90 ટકા હતું તે ગયા વર્ષે 69.92 ટકા થયું છે જે દેશમાં સૌથી વધારે છે. તેની પણ કેગ દ્વારા નોંધ લેવામાં આવી છે.

કેગના અહેવાલમાં અનેક હકારાત્મક નાણાકીય વ્યવસ્થાપનના મુદ્દાઓ અને સિદ્ધિઓની પ્રસંશા થયેલી છે, પરંતુ તેમાંથી માત્ર નકારાત્મક મુદ્દાઓ રજૂ કરીને રાજ્ય સરકાર વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે એમ મંત્રીઓએ જણાવ્યું હતું.

English summary
Gujarat's land distribution policy & evaluation methods are transparent and efficient : CAG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more