For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીજંગ: ભાજપમાંથી 11 અને કોંગ્રેસમાંથી માત્ર 5 મહિલા ઉમેદવાર

|
Google Oneindia Gujarati News

congress-bjp
ગાંધીનગર, 28 નવેમ્બર: સંસદમાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઇની વાત કરનાર દેશની બે મોટા પક્ષો પોતે જ મહિલાઓ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં પાછી પાની કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મહાજંગ માટે કોંગ્રેસ અને ભાજપ બંને મળીને માત્ર 16 મહિલા ઉમેદવારોને શોધી શકી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણ માટે બંને પાર્ટીઓએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 13 ડિસેમ્બરના રોજ પ્રથમ ચરણની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ 87 બેઠકો પર કોંગ્રેસ તરફથી માત્ર 5 જ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસની સરખામણીમાં ભાજપે 11 મહિલાઓને મેદાનમાં ઉતારી છે.

જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી માત્ર એક મહિલા મેદાનમાં છે. આ સંબંધમાં ગુજરાત વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રી ડો.ગૌરાંગ જાનીનું કહેવું છે કે 'સંપૂર્ણ રાજ્યના ગામડા અને શહેરોમાં મહિલાઓ રાજનીતિમાં રૂચિ ધરાવતી નથી, દર વખતે એજ મહિલાઓ ચૂંટાઇ આવે છે જે પાછલા ઘણા વર્ષોથી ચૂંટાઇ આવે છે.'

ડો. જાનીએ જણાવ્યું કે 'મહિલાઓનું રાજનીતિમાં આવવું જરૂરી છે, જેના કારણે કન્યા ભ્રૂણ હત્યા, મહિલા ગૂનાઓ વગેરે ઓછા થઇ શકશે. અને તેમને વધારે સામાજિક સુરક્ષા મળી શકશે. એટલુ જ નહી પણ યુનિવર્સિટીમાં પણ અહીં ચૂંટણી યોજાતી નથી. જેના કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ રાજનીતિમાં રસ દાખવતા નથી.'

જ્યારે ગુજરાત મહિલા ફેડરેશનની અધ્યક્ષ ઇલા પાઠકનું કહેવું છે કે 'રાજ્યમાં સ્થાનીય સ્તરે પુરુષોના સંપર્ક વધારે છે, મહિલાઓના નથી. આ જ કારણે પક્ષો મહિલાઓને ચૂંટણી માટે ઉભા નથી કરતું.'

અત્રે ઉલ્લેખનીય છે કે 2007ની ચૂંટણીમાં ગુજરાતમાં કૂલ 88 મહિલાઓ મેદાનમાં ઉતરી હતી પરંતુ તેમાંથી માત્ર 16 મહિલાઓ જ વિજયી બની હતી. જેમાંથી 15 ભાજપી અને એક કોંગ્રેસી ઉમેદવાર હતી. હવે જોવાનું એ રહે છે કે બીજા તબક્કાની યાદીમાં કોંગ્રેસ અને ભાજપ કેટલા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.

English summary
Only 16 women candiates have been ielded by the ruling BJP and opposition Congress for phase one of the Gujarat Assembly polls though both the parties back the Women's Reservation Bill that provides 33 per cent reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X