For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી સમયે ગુજરાતના 12થી વધુ IAS નિવૃત થશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 ઓક્ટોબર : લોકસભા ચૂંટણી 2014 નજીક આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આઇએએસ અધિકારીઓની અછતની શક્યતા વર્તાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અંદાજે 14 જેટલા આઇએએસ અધિકારી નિવૃત થઈ રહ્યા છે. આ નિવૃત્તિની અસર વહીવટી કામો પર પડશે.

પ્રાપ્ત સમાચારો પ્રમાણે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 14 જેટલા IAS અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે. ગુજરાતની વહીવટી સ્ટાફની સંખ્યા જોવામાં આવે તો હાલ ઉચ્ચ કક્ષાએ 70 ટકા સંખ્યા સાથે કામકાજ થઈ રહ્યું છે અને 30 ટકા જગ્યાઓ ખાલી છે. એટલે કે 297 આઇએએસની સામે માત્ર 200 આઇએએસ અધિકારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

gujarat-government-symbol

મુખ્ય સચિવ વરેશ સિંહા એપ્રિલમાં નિવૃત થનાર છે. આર. જે. પટેલ જેઓ ડેપ્યુટિ કમિશ્નર સુરતમાં છે તેઓ આ માસના અંતે નિવૃત્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત પીનરવેલ ગઈકાલે નિવૃત્ત થયા છે. અમિત ભટ્ટાચાર્ય ડિસેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય કેટલાક ઉચ્ચ અધિકારીઓ નિવૃત્ત થતા હોઈ ચૂંટણી ટાણે રાજ્યમાં વહીવટી કામોને અસર થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

આઇએએસ અધિકારી નિવૃત્તિ
1. પી પનીરવેલ સપ્ટેમ્બર 2013
2. આર જે પટેલ ઓક્ટોબર 2013
3. અમિતાવ ભટ્ટચાર્ય ડિસેમ્બર 2013
4. એસ એ રાવ જાન્યુઆરી 2014
5. મહેશ્વર સાહૂ જાન્યુઆરી 2014
6. ડૉ રણજીત બેનરજી જાન્યુઆરી 2014
7. હીરાભાઇ પટેલ જાન્યુઆરી 2014
8. એસ એ ગોલકિયા જાન્યુઆરી 2014
9. જી જે ચાંપાનેરી જાન્યુઆરી 2014
10. વિનય વ્યાસા ફેબ્રુઆરી 2014
11. પી એચ શાહ ફેબ્રુઆરી 2014
12. ડી એચ બ્રહ્મભટ્ટ માર્ચ 2014
13. જે ડી ભાડ એપ્રિલ 2014
14. ડૉ વરેશ સિંહા એપ્રિલ 2014

English summary
Gujarat : 12 IAS will be retired at time of Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X