ગુજરાતમાં 1500 દલિતોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, સાંસદની હાજરીમાં ધર્મ પરિવર્તન
ગુજરાતમાં 1500 લોકોના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. તેમને જ્યારે આનુ કારણ પૂછવામાં આવ્યુ તો તેમણે ચોંકાવનારા જવાબ આપ્યા. ગુજરાતના શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ મેમોરિયલમાં રવિવારે બૌદ્ધ ધર્મનુ પાલ કરતા બુદ્ધ લાઈટ ઈન્ટરનેશનલ એસોસિએશન (બીએલઆઈએ) તરફથી એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં લગભગ 1400 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. વળી, બીએલઆઈએના વરિષ્ઠ સલાહકાર સોલંકીએ જણાવ્યુ કે કાર્યક્રમમાં 1400થી વધુ લોકો પહોંચ્યા હતા.

બૌદ્ધ ધર્મના પાલનનો સંકલ્પ
ગુજરાતમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા બીએલઆઈએના પ્રમુખ અને તાઈવાલના બૌદ્ધ ભિક્ષુ હસીન બાઉએ કરી. આયોજન દરમિયાન ત્યાં દસાડા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ભાજપના પૂર્વ સાંસદ રતિલાલ વર્મા પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં પહોંચેલા 1400 લોકોએ બૌદ્ધ ધર્મના પાલનનો સંકલ્પ લીધો પરંતુ સોલંકીનુ કહેવુ છે કે ધર્મ બદલનારા લોકોની સંખ્યા વધી હતી. આ કોઈ પહેલી વાર નથી જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મને અપનાવ્યો હોય આ પહેલા પણ ઘણા પ્રસંગોએ આવી થઈ ચૂક્યુ છે.

આ કારણે બદલ્યો ધર્મ
બૌદ્ધ ધર્મ અપનાવનારા લોકોમાંથી એક પરિવારે પોતાનો ધર્મ પરિવર્તન કરવા માટે મોટુ કારણ જણાવ્યુ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં રહેતા મંજુલા મકવાણાએ જણાવ્યુ કે તેમણે પોતાના પતિ અને 3 બાળકો સહિત બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. તેમણે આની પાછળનુ કારણ જણાવતા કહ્યુ કે અમારા પૂર્વજ હિંદુ હતા અને અમે પણ ઘણા સમયથી હિંદુ ધર્મનુ પાલન કરી રહ્યા હતા. હિંદુ હોવા છતાં અમે ભેદભાવ અને અત્યાચારના ઘણા કેસ જોયા છે. સુરેન્દ્રનગર આ બાબતે ઘણુ બદનામ છે. હિંદુઓમાં સમાનતા ન હોવાના કારણે અમે બૌદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો

દેશના વિકાસમાં અડચણ બની રહ્યુ
અમદાવાદના નરોડામાં રહેતા નૈસર્ગ પરમારે પોતાના પરિવારના 25 સભ્યો સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. કાર્યક્રમમાં બૌદ્ધ ઘર્મ અપનાવનાર આ બીજો દલિત પરિવાર છે. નૈસર્ગે જણાવ્યુ કે જાતિવાદ દેશના વિકાસમાં મોટી અડચણ બની રહ્યો છે. હિંદુ ધર્મથી વિપરીત બૌદ્ધ ધર્મમાં બધા એક સમાન છે ત્યાં કોઈ જાતિવાદનો કેસ જ નથી. અમને હિંદુ ધર્મમાં રહેલ ભેદભાવ પસંદ નથી અને બૌદ્ધ ધર્મ સમાનતાનો સંદેશ આપે છે. તેમણે આગળ કહ્યુ કે મે અને મારા આખા પરિવારે આજે બૌદ્ધ ધર્મના પાલનનો સંકલ્પ કર્યો છે. હું ઈચ્છુ છુ કે ભારત દુનિયામાં સૌથી આગળ રહે પરંતુ આના માટે જાતિવાદના વિચારોથી ઉપર ઉઠવુ પડશે. તમને જણાવી દઈએ કે આ પહેલા દશેરા પર પણ 500 દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.