For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : અબડાસા મદરેસાના 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

|
Google Oneindia Gujarati News

food-poisioning
અબડાસા, 20 જુલાઇ : બિહારમાં મિડ - ડે મીલમાં ખોરાકી ઝેરની અસરથી 25 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા અને એટલી જ સંખ્યામાં સારવાર હેઠળ લઇ જવાયા હતા. આ બેદરકારીની તપાસ હજી ચાલી રહી છે ત્યારે ગુજરાતના કચ્છમાં આવેલા અબડાસામાં ચાલતા એક મદરેસામાં ફૂડ પોઇઝનિંગ એટલે કે ખોરાકી ઝેરની અસરથી 21 વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઇ હોવાના સમાચાર આવ્યા છે.

અબડાસાના તાલુકાના નલિયા ગામના એક મદરેસામાં શુક્રવારે સવારે બાળકોને ખાવાનામાં ભાત અને શાક આપવામાં આવ્યા હતા. આ ખાવાનું એક દિવસ પહેલા બનાવવામાં આવ્યું હતું. કારણ કે રોજા ચાલતા હોવાથી બાળકોને વહેલી સવારે જમવાનું આપી શકાય. આ ભોજન ખાધાના થોડા જ સમયમાં બાળકોને ઝાડા ઉલટી થયા હતા.

બાળકોની તપાસ નલિયાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે. બે બાળકોને ગંભીર હોવાથી ખાસ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ માહિતી જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ આપી છે.

English summary
Gujarat : 21 madarsa students suffer food poisoning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X