For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની આ ચાર લેબમાં પણ થઇ શકશે કોરોના પરીક્ષણ

કેન્દ્ર સરકારે નોટિફાઈ કરેલી નેશનલ લેબ્સમાં ગુજરાતની ચાર લેબનો પણ સમાવેશ છે. આ તમામ લેબ્સ અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પણ હવે કોરોનાની અસર વર્તાવા લાગી છે. રાજ્યમાં આજની સ્થિતિએ 13 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. રાજ્ય સરકારે સાચવેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલાં ભરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા COVID-19 એટલે કે, કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે કેટલીક નેશનલ લેબને નોટિફાઈડ કરી છે. વાયરલ રિસર્ચ એન્ડ ડાઈગ્નોસ્ટિક લેબોરેટરીઝ અને અન્ય લેબ્સનો સમાવેશ છે. કેન્દ્ર સરકારે નોટિફાઈ કરેલી નેશનલ લેબ્સમાં ગુજરાતની ચાર લેબનો પણ સમાવેશ છે. આ તમામ લેબ્સ અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રહેશે. આ જાહેર કરવામાં આવેલી લેબમાં કોરોના સેમ્પલ ટેસ્ટીંગ કરવા સહિતની કામગીરી કરી શકાશે.

coronavirus

કેન્દ્ર સરકારે નોટીફાઇડ કરેલી લેબમાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજ, જામનગરની એમ.પી.શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત અને ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ લેબમાં કોરોના લક્ષણો અંગે પરિક્ષણ કરવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાતમાં પણ એક પછી એક કોરોનાના પોજિટિવ કેસ સામે આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં અમદાવાદમાં 5, ગાંધીનગર-1, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક, કચ્છમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 14 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

આ પણ વાંચોઃ રાજ્યના પાટનગરમાં ચારથી વધુ લોકોને ભેગા ન થવા કરાયો આદેશ... લાગુ કરાઇ કલમ 144આ પણ વાંચોઃ રાજ્યના પાટનગરમાં ચારથી વધુ લોકોને ભેગા ન થવા કરાયો આદેશ... લાગુ કરાઇ કલમ 144

English summary
Gujarat 4 labs are notified for corona virus examine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X