For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ ચરસ-ગાંજા, ડ્રગ્ઝનો ધંધો કરનાર 79 પકડાયા, નશા મુક્તિ અભિયાનમાં પોલિસને સફળતા

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન રાજ્ય પોલિસના નશા મુક્તિ અભિયાનને મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન રાજ્ય પોલિસના નશા મુક્તિ અભિયાનને મોટી સફળતા મળી છે. ગઈ 5 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં નશીલા પદાર્થોનો ધંદો કરનાર 79 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સાડા ચાર કરોડના નશીલા તેમજ માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. પોલિસની આ કાર્યવાહીને ડીજીપી આશિષ ભાટિયાએ મોટી સફળતા ગણાવી છે.

guj police

ગયા મહિને ભાટિયાએ જ ગુજરાતના બધા જિલ્લાના પોલિસ અધિકારીઓને નશા મુક્તિ અભિયાન સંબંધી નિર્દેશ આપ્યા હતા. કહેવામાં આવ્યુ હતુ કે બધા પોત પોતાા જિલ્લામાં પોલિસની એક મેગા ડ્રાઈવ શરૂ કરે. જેમાં સુરત જિલ્લા પોલિસને વધુ સફળતા મળી. અહીંની પોલિસે લગભગ અઢી કરોડના મેફેડ્રૉનને જપ્ત કર્યુ. રાજ્યભરમાં કુલ મળીને 4 કરોડ 39 લાખ રૂપિયાની કિંમતનો નશીલો તેમજ માકદ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો.

જપ્ત કરવામાં આવેલ નશીલા તેમજ માદક પદાર્થોમાંથી 1 કરોડ 35 લાખનો ગાંજો, દોઢ લાખની અફીણ, 17 લાખની ચરસ, 4 લાખન ડોડડા તેમજ સિંથેટીક ડ્રગ્ઝ તેમજ નશીલી ટેબ્લેટ તેમજ દવાઓ જણાવાઈ. આ પહેલા જ્યારે આખા દેશમાં લૉકડાઉન હતુ ત્યારે ગુજરાતના ઘણા શહેરોમાં પોલિસે જુગારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. જો કે ડ્રગ્ઝ તેમજ અન્ય નશીલા પદાર્થ પોલિસે 5 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલેલા અભિયાનમાં વધુ જપ્ત કર્યા છે.

ગુજરાતઃ વિધાનસભા પેટાચૂંટણી માટે 9 ઓક્ટોબરથી ભરાશે નામાંકનગુજરાતઃ વિધાનસભા પેટાચૂંટણી માટે 9 ઓક્ટોબરથી ભરાશે નામાંકન

English summary
Gujarat: 79 drugs dealers arrested till 4 october, police succeed in drug free drive in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X