2 લગ્ન અને 9 કિશોરીઓનુ યૌન શોષણ કરનાર 5 લાખનો ઈનામી શિક્ષક ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં 2 લગ્ન કરી ચૂકેલ એક શિક્ષકે ગુરુ શિષ્યાના સંબંધ પર કાળો ધબ્બો લગાવી દીધો. તેણે 9 કિશોરીને અલગ અલગ પ્રકારના ઝાંસા આપીને પોતાની જાળમાં ફસાવીને તેમની યૌન શોષણ કર્યુ. તેની કરતૂતો સામે આવ્યા બાદ પોલિસે તેના પર ઈનામની ઘોષણા કરી ત્યારબાદ તે ક્યાંક રફૂચક્કર થઈ ગયો. હવે સીબીઆઈએ તેને હિમાચલ પ્રદેશથી પકડ્યો છે. દુષ્કર્મી શિક્ષક પર 5 લાખ રૂપિયાનુ ઈનામ રાખવામાં આવ્યુ હતુ. તેનુ નામ ધવલ ત્રિવેદી છે. તેણે 2 લગ્ન કર્યા એટલુ જ નહિ 9 છાત્રાઓની પણ જિંદગી ખરાબ કરી દીધી. તેના કુકર્મો માટે તેને પહેલા જેલ પણ થઈ હતી પરંતુ પેરોલ પર બહાર આવ્યા બાદ 2018માં તે ચોટીલાની એક કિશોરીને લઈને ભાગી ગયો.

હિમાચલ પ્રદેશમાં ઝડપાયો
હાઈકોર્ટે હવે આ કેસ સીબીઆઈને સોંપી દીધો હતો. લગભગ ત્રણ મહિના પહેલા તેના દ્વારા અપહરણ કરાયેલ સગીર કિશોરીએ પોતાના ઘરે પાછી આવી પરંતુ ધવલ ત્રિવેદી ગાયબ જ રહ્યો. તેના પર કિશોરીઓને ઝાંસો આપીને ફસાવવા, અપહરણ કરવા તેમજ યૌન શોષણ કરવાનો આરોપ છે. તેણે 11માં ધોરણમાં ભણતી બે છાત્રાઓનુ અપહરણ કર્યુ હતુ. આ કેસમાં ધવલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. બાદમાં ઓગસ્ટ 2018માં તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો અને પછી ચોટીલાની સગીર કિશોરીને ગાયબ થઈ ગયો. પછી એક વર્ષ પહેલા સર્વોચ્ચ અદાલતે તેને પાગલ ઘોષિત કર્યો અને સીબીઆઈને તરત જ તેને પકડી સગીરને છોડાવવાના આદેશ આપ્યા હતા.

9 કિશોરીઓને ફસાવી તેનુ શોષણ કર્યુ
સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરીને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ એ સી રાવે કહ્યુ, 'આ સીબીઆઈ માટે એક ખૂબ જ પડકારરૂપ કામ છે પરંતુ સીબીઆઈ આવા પડકારોને પાર પાડવા માટે જ જાણીતી છે. અદાલતને આશા છે કે સીબીઆઈ પોતાના કામ પર ખરી ઉતરશે.' વાસ્તવમાં જેલમાંથી બહાર આવતા જ ધવલ ત્રિવેદી ચોટીલા ગયો હતો. ત્યાં ખુદને ધર્મેન્દ્ર દવે તરીકે ગણાવીને તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસ શરૂ કરી દીધા. જેમાં 8-10 છાત્રો શામેલ થયા બાદ અઠવાડિયામાં જ 56 વર્ષીય ધવલે એક 18 વર્ષીય છાત્રાને ફસાવી અને 12 ઓગસ્ટે જેલ પાછા આવવાના એક દિવસ પહેલા જ તેને લઈને ભાગી ગયો.

10મો શિકાર શોધી રહ્યો હતો
વડોદરાનો મૂળ નિવાસી ધવલ અત્યાર સુધી રાજકોટ, સૂરત અને આણંદમાં 9 છાત્રાઓના જીવન બરબાદ કરી ચૂક્યો છે. 2014માં, ધવલ ત્રિવેદીએ સીઆઈડીને જણાવ્યુ હતુ કે તે 'માય લાઈફ ઈન 10 વુમન પરફેક્ટ લેડી' પર પુસ્તક લખશે. ચોટીલાની કિશોરી તેનો નવમો શિકાર હતી અને તે પોતાના 10માં શિકારની શોધમાં હતો. ત્યારે જ સીઆઈડીના હાથે લાગી ગયો. તેના પર કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ધવલના પકડાઈ ગયા બાદ એક કિશોરીના પિતાએ કહ્યુ કે મારી દીકરી ઘણા વર્ષો બાદ ઘરે પાછી આવી શકી હતી. તેના મળવા પર અમને સાંત્વના મળી. પરંતુ તેનાથી પણ વધુ ખુશી એ વાતની છે કે આ દરિન્દાના પકડાયા બાદ હવે ઘણી માસૂમોની જિંદગી બરબાદ થવાથી બચી ગઈ છે. અદાલતને મારી અપીલ છે કે ધવલને એવી સજા સંભળાવે કે હવે પછી કોઈ પણ આવો ગુનો કરવાનુ તો દૂર તેના વિશે વિચારી પણ ન શકે.
ગુજરાત સરકાર મહિલાઓને આપશે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન