
દ્વારકામાં દર્શન કરી પાછા આવી રહેલ લોકોની કારને ટ્રકે કચડી, મહિલા સહિત 4ના મોત
દ્વારકાઃ ગુજરાતમાં દ્વારકા-પોરબંદર રાજમાર્ગ પર ધ્રેવાડ ગામ પાટિયા પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. એક ટ્રકે તીર્થયાત્રીઓ ભરેલી કારને કચડી દીધી છે. હાઈવે પર કારના ફૂરચેફૂરચા ઉડી ગયા. કારમાં સવાર ત્રણ પુરુષો સહિત એક મહિલાનુ મોત થયુ છે. સૂચના મળતા પોલિસે લાશોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે એક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં ઈલાજ દરમિયાન તેણે દમ તોડી દીધો.
ટ્રક-કાર વચ્ચે ટક્કર, મહિલા સહિત 4ના મોત
પોલિસના જણાવ્યા મુજબ દૂર્ઘટના એ વખતે બની જ્યારે જીજે-બીડી-8462 નંબરની ઑલ્ટો કાર દ્વારકાથી આવી રહી હતી. એ કારને ધ્રેવાડ પાસે ટ્રકે સામેથી ટક્કર મારી. ટ્રકની ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા અને જે લોકોના જીવ ગયા તે કારમાં ફસાઈ ગયા. બાદમાં જ્યારે સ્થાનિક લોકોએ પોલિસ અને એમ્બ્યુલન્સને સૂચના આપી તો ટીમો પહોંચી. ત્યાંથી લાશોને બહાર કાઢવામાં આવી. આ કારમાં ચાર લોકો સવાર હતા. તેમાંથી માત્ર એક મહિલાના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ થોડી વાર બાદ તેનુ પણ મોત થઈ ગયુ.
ટ્રક ચાલક ફરાર થઈ ગયો
જે લોકોના જીવ ગયા તે દ્વારકાધીશ મંદિરથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. તેમની કાર મહેસાણા પાસિંગની છે. જેના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલિસ મૃતકોની ઓળખ કરવામાં લાગી છે. પોલિસનુ કહેવુ છે કે દૂર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલિસકર્મીઓની ટીમે મૃતકોને સ્થાનિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં લાશોનુ પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે.
મને થતી તકલીફો છતાં સીરમ ઈન્સ્ટીટ્યુટે વેક્સીન ટ્રાયલ ન રોકી