For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા દિવસે પણ એર-શોના દિલધડક અને હેરત અંગેઝ કરતબ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 એપ્રિલ :મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજ સેઇલ દ્વારા આયોજિત એર-શોને ખુલ્લો મુકતાં જણાવ્‍યું હતું કે કોઇપણ ક્ષેત્રમાં પૂર્ણપણે તાલીમ અને સમર્પિત પ્રતિબધ્‍ધતાથી જ સાહસ અને સફળતાને વરી શકાય છે. 21મી સદીના બાળકો અને યુવાઓ માટે આવી રોમાંચક સાહસ પ્રવૃત્તિઓ વિકસે અને સઘન તાલીમ તેમને મળે તેવી રાજ્‍ય સરકારની નેમ છે.

આનંદીબેન પટેલે જણાવ્‍યું કે અમદાવાદના નગરજનોને હવાઇ ઉડ્ડયન અને આધુનિક વિમાની તકનીક નિહાળવાનાં બે ઐતિહાસિક અવસરો મળ્‍યા છે જેમાં તાજેતરમાં સોલર ઇમ્‍પલ્‍સ-2 પાંચ દિવસ અમદાવાદમાં રોકાયું અને આજે બ્રિટિશ એક્રોબેટિક ચેમ્‍પિયન્‍સ ટીમ દ્વારા અદભૂત હવાઇ નિદર્શનો પ્રસ્‍તુત થઇ રહ્યા છે. આ બંને અવસરો એડવેન્‍ચર પ્રવૃત્તિના ફલકને યુવા પેઢી સુધી વિસ્‍તારવામાં નવી પ્રેરણા પૂરી પાડશે.

સાહસ અને રોમાંચથી ભરપૂર એવાં એડવેન્‍ચર સ્‍પોર્ટસની દિશામાં કઇ રીતે નવા અભ્‍યાસક્રમ વિકસિત કરી શકાય અને હવાઇ ઉડ્ડયન ક્ષેત્રને કારકિર્દી ઘડતર માટેનું ક્ષેત્ર પણ બનાવી શકાય તે દિશામાં નૂતન પગલાં વિચારણાં શિક્ષણવિદોને મંથન કરવાં અનુરોધ કર્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલે આ અવસરે જણાવ્‍યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનાં વિકાસ માટે 2002થી રાજ્‍ય સરકારે ‘ગુજ સેઇલ' કંપની ચાલુ કરી છે. ગુજરાતે હવાઇ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે અને અંકલેશ્વર, દહેજ, દાંતા, પાલીતાણામાં હવાઇ પટ્ટીઓનું નિર્માણ હાથ ધરાયું છે તેની વિગતો તેમણે આપી હતી.

વિશ્વભરમાં એર શો થાય છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત એર-શો યોજાઇ રહ્યો છે તેનો હર્ષ મંત્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.

મંત્રીએ વધુમાં જણાવ્‍યું કે સાબરમતી રીવરફ્રન્‍ટ ખાતે તા.2 થી 4 એપ્રિલ સુધી દરરોજ સવારે 11-00 થી 11-20 કલાક અને સાંજે 4-20 કલાકથી 4-40 કલાક એમ બે વખત એર-શોને નાગરિકો માણી શકશે. એર ડિસ્‍પ્‍લેમાં એર ડીસ્‍પ્‍લે અને એકલ એર ડિસ્‍પ્‍લેનું નિદર્શન કરવામાં આવશે.

આજે યોજાયેલ એર-શોનાં દિલધડક કરતબ માણી લોકોએ હર્ષનાદ અને ઉત્‍સાહથી એર-શોનાં નિદર્શનને વધાવી લીધા હતા.

એર-શોનાં નિદર્શન પ્રસંગે નાગરિક ઉડ્ડયન રાજ્‍ય મંત્રી જશાભાઇ બારડ, ગૃહ રાજ્‍યમંત્રી રજનીભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, મેયર મીનાક્ષીબને પટેલ, ધારસભ્‍ય ભૂષણ ભટ્ટ, ફિક્કીનાં પંકજ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર ડી.થારા, અમદાવાદ કલેકટર રાજકુમાર બેનિવાલ તથા વિશાળ સંખ્‍યામાં નાગરિકોએ ઉપસ્‍થિત રહી એર-શો ને મનભરી માણ્‍યો હતો.

મુખ્ય પ્રધાને કર્યું હતું ઉદઘાટન

મુખ્ય પ્રધાને કર્યું હતું ઉદઘાટન

ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રિવરફ્રંટ ખાતે ગુજરાત એર શોનું ઉદઘાટન કરાવ્યું હતું.

દિલધડક કરતબ

દિલધડક કરતબ

આજે યોજાયેલ એર-શોનાં દિલધડક કરતબ માણી લોકોએ હર્ષનાદ અને ઉત્‍સાહથી એર-શોનાં નિદર્શનને વધાવી લીધા હતા.

4 એપ્રિલ સુધી દરરોજ એર શો

4 એપ્રિલ સુધી દરરોજ એર શો

સાબરમતી રીવરફ્રન્‍ટ ખાતે તા.2 થી 4 એપ્રિલ સુધી દરરોજ સવારે 11-00 થી 11-20 કલાક અને સાંજે 4-20 કલાકથી 4-40 કલાક એમ બે વખત એર-શોને નાગરિકો માણી શકશે. એર ડિસ્‍પ્‍લેમાં એર ડીસ્‍પ્‍લે અને એકલ એર ડિસ્‍પ્‍લેનું નિદર્શન કરવામાં આવશે.

ગુજરાત હવાઇ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ

ગુજરાત હવાઇ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ

નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલે આ અવસરે જણાવ્‍યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનાં વિકાસ માટે 2002થી રાજ્‍ય સરકારે ‘ગુજ સેઇલ' કંપની ચાલુ કરી છે. ગુજરાતે હવાઇ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે અને અંકલેશ્વર, દહેજ, દાંતા, પાલીતાણામાં હવાઇ પટ્ટીઓનું નિર્માણ હાથ ધરાયું છે તેની વિગતો તેમણે આપી હતી.

બ્રિટિશ એક્રોબેટિક ચેમ્‍પિયન્‍સ ટીમ

બ્રિટિશ એક્રોબેટિક ચેમ્‍પિયન્‍સ ટીમ

આનંદીબેન પટેલે જણાવ્‍યું કે અમદાવાદના નગરજનોને હવાઇ ઉડ્ડયન અને આધુનિક વિમાની તકનીક નિહાળવાનાં બે ઐતિહાસિક અવસરો મળ્‍યા છે જેમાં તાજેતરમાં સોલર ઇમ્‍પલ્‍સ-2 પાંચ દિવસ અમદાવાદમાં રોકાયું અને આજે બ્રિટિશ એક્રોબેટિક ચેમ્‍પિયન્‍સ ટીમ દ્વારા અદભૂત હવાઇ નિદર્શનો પ્રસ્‍તુત થઇ રહ્યા છે. આ બંને અવસરો એડવેન્‍ચર પ્રવૃત્તિના ફલકને યુવા પેઢી સુધી વિસ્‍તારવામાં નવી પ્રેરણા પૂરી પાડશે.

એર-શોનાં દિલધડક કરતબ

એર-શોનાં દિલધડક કરતબ

એર-શોનાં દિલધડક કરતબ માણી લોકોએ હર્ષનાદ અને ઉત્‍સાહથી એર-શોનાં નિદર્શનને વધાવી લીધા હતા. સાબરમતી રિવરફ્રંટ અને બ્રિજ પર ભારે ભીડ જામી ગઇ હતી.

English summary
Gujarat Aero Conclave 2015: Rush at riverfront to see air show in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X